Recipe: ચીઝ પરોઠા આ રીતે વણશો તો નહીં ફાટે પરોઠું, શેકતી વખતે ચીઝ બહાર નહીં નીકળે જરા પણ

ફાસ્ટ ફુડ

બાળકો ફાસ્ટ ફુડ અને ખાસ કરીને ચીઝ વાળી વાનગીઓ ખાવાના શોખીન હોય છે.

નોર્મલ પરોઠાનો લોટ

ચીઝ પરોઠા આ રીતે બનાવશો તો ચીઝ લોઢી પર બહાર નહીં આવે. સૌથી પહેલા નોર્મલ પરોઠાનો લોટ બાંધી લો.

ચીઝમાં મસાલો

લોટને 30 મિનિટ રેસ્ટ આપો અને અન્ય એક વાસણમાં ચીઝ ખમણી તેમાં મીઠું, ચીલી ફ્લેક્સ, લીલા ધાણા ઉમેરો.

ચીઝનું સ્ટફીંગ

લોટમાંથી 1 લુઓ લેવો અને તેને હથેળી પર ફેલાવો. ત્યારબાદ તેમાં ચીઝનું સ્ટફીંગ ભરી ગોળ બોલ બનાવો.

ચીઝ પરોઠા

બધા લુઆને ચીઝ સ્ટફ કરી રેડી કરી લેવા અને પછી હળવા હાથે પરોઠા વણવા.

પરોઠું ફાટશે નહીં

પરોઠાનો લોટ થોડો ઢીલો રાખશો તો વણતી વખતે પરોઠું ફાટશે નહીં અને ચીઝ બહાર નહીં નીકળે.

ગોલ્ડન બ્રાઉન

પરોઠાને બંને તરફ તેલ કે બટર લગાડી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. ટેસ્ટી ચીઝ પરોઠા ખાવા માટે રેડી છે