Tawa Pulao: બપોરે વધેલા ભાતમાંથી ડિનર માટે બનાવો મસાલેદાર તવા પુલાવ, આ રહી સરળ રીત

ભાત

ભાત ખાવાની એવી વસ્તુ છે જે ભારતમાં મોટાભાગના લોકોને પ્રિય હોય છે.

સાદા ભાત

રોજ ઘરમાં ભાત બને છે પણ ક્યારેય ઘરમાં બનાવેલા સાદા ભાત વધે છે.

તવા પુલાવ

જો બપોરની રસોઈમાં ભાત વધ્યા હોય તો તેનો યુઝ કરી રાત્રે ડીનર માટે તવા પુલાવ બનાવી શકાય છે.

ચટાકેદાર તવા પુલાવ

તો ચાલો તમને જણાવીએ વધેલા ભાતમાંથી ચટાકેદાર તવા પુલાવ કેવી રીતે બને.

સામગ્રી

પુલાવ બનાવવા માટે માખણ, તેલ, જીરું, ડુંગળી, કેપ્સીકમ, ગાજર, વટાણા, આદુ-લસણની પેસ્ટ, ટમેટા જોઈએ.

મસાલા માટે સામગ્રી

પુલાવના મસાલા માટે પાવભાજી મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું, લીલા ધાણા, લીંબુનો રસ જરૂરી છે.

ડુંગળી, લસણ આદુની પેસ્ટ

સૌથી પહેલા લોઢાની કઢાઈમાં તેલમાં માખણ ઉમેરી તેમાં જીરું, ડુંગળી, લસણ આદુની પેસ્ટ સાંતળો.

પાવભાજી મસાલો

તેમાં કેપ્સીકમ, ગાજર, બાફેલા વટાણા, ટમેટા ઉમેરો. સાથે તેમાં પાવભાજી મસાલો, મીઠું, મરચું અને હળદર પણ મિક્સ કરો.

ભાત બરાબર મિક્સ કરો

મસાલામાં થોડું પાણી ઉમેરી શાકભાજી સાંતળી લો જેથી ગાજર થોડા કુક થઈ જાય. ત્યારબાદ તેમાં ભાત ઉમેરી બરાબર મિક્સ કરો.

ગરમાગરમ પુલાવ સર્વ કરો

છેલ્લે પુલાવમાં લીલા ધાણા અને લીંબુનો રસ મિક્સ કરી ગરમાગરમ પુલાવ સર્વ કરો.