વ્રતમાં ચટપટી ફરાળી વાનગીઓ સાથે ફરાળી મીઠાઈ હોય તો ભોજનનો સ્વાદ વધી જાય છે.
વ્રત દરમિયાન મીઠાઈ ખાવી હોય તો આજે તમને હેલ્ધી અને સ્વાદિષ્ટ સામા ની ખીર બનાવવાની રીત જણાવીએ.
સામા ની ખીર બનાવવી એકદમ ઈઝી છે. આ ખીર ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.
સામો ફાઈબર અને પ્રોટીનથી ભરપુર હોય છે અને ગ્લુટન ફ્રી હોય છે.
ખીર બનાવવા માટે સામો, ખાંડ, દૂધ, કેસર, એલચી પાવડર, ડ્રાયફ્રુટની જરૂર પડશે.
સૌથી પહેલા સામા પાણીમાં 30 મિનિટ માટે પલાળી દો.
એક તપેલામાં ખીર માટે દૂધ ઉકાળવા મુકો, દૂધ ઉકળી જાય એટલે તેમાં પલાળેલો સામો અને ખાંડ ઉમેરી ઉકાળો.
સામો થોડીવારમાં દૂધમાં ગળી જાશે. ત્યારબાદ તેમાં ડ્રાયફ્રુટ, એલચી પાવડર અને કેસર ઉમેરો.
ખીર ઠંડી થાય એટલે થોડીવાર ફ્રીજમાં મુકી સર્વ કરો.