મળી ગયું દુનિયાનું સૌથી અનોખું બ્લડ ગ્રુપ, માત્ર એક મહિલાના શરીરમાં છે ઉપલબ્ધ

દુનિયા

દુનિયામાં એવી ઘણી વિચિત્ર વસ્તુ હોય છે, જેના વિશે ઓછા લોકોને જાણકારી હોય છે.

ઘણા લોકોને એવું લાગે છે કે બ્લડ ગ્રુપ માત્ર 7-8 પ્રકારના હોય છે, પરંતુ એવું નથી.

દુનિયામાં ઘણા વર્ષોથી 47 પ્રકારના સત્તાવાર બ્લડ ગ્રુપ ઉપલબ્ધ છે અને હવે તેમાં 48મું નામ જોડાયું છે.

આંતરરાષ્ટ્રીય સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફ્યુઝને જૂન 2025મા સત્તાવાર રીતે ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રુપને 48મું બ્લડ ગ્રુપના રૂપમાં માન્યતા આપી છે.

ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રુપ અત્યાર સુધી માત્ર એક મહિલામાં જોવા મળ્યું છે, જેને 48મા ગ્લડ ગ્રુપના રૂપમાં માન્યતા મળી ગઈ છે.

ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રુપમાં EMM એન્ટીજન હોતું નથી, જે તેને ખૂબ દુર્લભ બનાવે છે.

જો ગ્વાડા નેગેટિવ બ્લડ ગ્રુપની મહિલાને કોઈ બ્લડની જરૂર પડે તો તે કોઈ અન્ય બ્લડ ડોનરનું લોહી ન લઈ શકે.