મીઠી ચાસણીમાં ડુબેલી ક્રિસ્પી જલેબીનું નામ આવતાં જ મોં માં પાણી આવી જાય છે.
પરંતુ શું તમે ક્યારેય બટેટાની જલેબી ખાધી છે ? નથી ખાધી તો આજે તમને બટેટાની જલેબીની રીત જણાવીએ.
બટેટામાંથી એકદમ ક્રિસ્પી જલેબી મિનિટોમાં બનીને તૈયાર થઈ જાય છે.
જલેબી બનાવવા માટે બાફેલા બટેટા, આરારોટ, દહીં, મીઠું, ઘીની જરૂર પડશે.
ચાસણી માટે ખાંડ, કેસર, એલચી, લીંબુનો રસ અને જરૂર અનુસાર પાણી લેવું.
સૌથી પહેલા એક બાઉલમાં બટેટાને સારી રીતે મેશ કરી લો અને તેમાં આરારોટ મિક્સ કરો.
તેમાં દહીં અને મીઠું એડ કરી પાણી ઉમેરી ઘટ્ટ બેટર તૈયાર કરો.
તૈયાર કરેલા બેટરને કેચઅપની બોટલમાં ભરી અને ગરમ ઘીમાં જલેબી ઉતારો.
સાઈડમાં એક તપેલામાં ખાંડ ડુબે એટલું પાણી લઈ જલેબીની પાતળી ચાસણી બનાવો. ચાસણીમાં એલચી અને કેસર પણ ઉમેરી દેવું.
જલેબી કલરમાં સોનેરી અને ટેક્સચરમાં ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો.