Banana Chips: વ્રતમાં ખાઈ શકાય એવી કાચા કેળાની ક્રિસ્પી વેફર બનાવવાની રીત

કેળાની ક્રિસ્પી વેફર

વ્રત દરમિયાન ઘરમાં નાસ્તા માટે વેફર કે ચીપ્સ પણ બનાવવાની હોય છે. આજે તમને કાચા કેળાની ક્રિસ્પી વેફર કેવી રીતે બનાવવી તે જણાવીએ.

કાચા કેળા

કેળાની વેફર બનાવવા માટે કડક હોય એવા અને મોટા કાચા કેળા લેવા.

તેલ ગરમ મુકો

સૌથી પહેલા લોઢાની કઢાઈમાં તેલ ગરમ મુકો અને એક વાટકીમાં પાણીમાં મીઠું ઉમેરી મિશ્રણ તૈયાર કરો.

ચીપ્સ ડાયરેક્ટ ગરમ તેલમાં ઉતારો

હવે કેળાની છાલ કાઢી લો અને સ્લાઈસરની મદદથી કેળાની ચીપ્સ ડાયરેક્ટ ગરમ તેલમાં ઉતારો.

મીઠાનું પાણી છાંટવું

તેલમાં વેફર ઉતરે પછી ફ્લેમ સ્લો કરી દેવી અને 1 મિનિટ પછી તેમાં થોડું મીઠાનું પાણી છાંટવું.

મીઠું છાંટી દેવું

જો પાણી ન છાંટવું હોય તો કેળાની વેફર તળાતી હોય ત્યારે તેમાં થોડું મીઠું છાંટી દેવું.

ક્રિસ્પી વેફર

વેફરને ગરમ તેલમાં ધીમા તાપે ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવી. ક્રિસ્પી થઈ જાય પછી વેફરને ટીશ્યૂ પેપર કાઢવી.

સંચળ અને મરી પાવડર

વેફર થોડી ગરમ હોય ત્યારે તેના પર થોડું સંચળ અને મરી પાવડર છાંટી દેવા. આ વેફર ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.