હેલ્ધી અને ફિટ રહેવું હોય તો દિવસની શરુઆત પણ હેલ્ધી ડ્રિંક્સ સાથે કરવી જોઈએ.
એક આવું જ ડ્રિંક છે કાકડી અને ફુદીનાનું જે બ્લડ પ્રેશર, વજન બધું જ કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ પાણી બનાવવા માટે 1 લીટર પાણીમાં 1 કાકડીની પાતળી સ્લાઈસ કરી ઉમેરી દો.
ત્યારપછી તેમાં 1 મુઠ્ઠી ફુદીનાના પાનને ઝીણા સમારીને મિક્સ કરી દો.
આ પાણીમાં 1 ઈંચનો આદુનો ટુકડો ખમણીને ઉમેરો અને થોડો લીંબુનો રસ એડ કરી પાણીને 2 કલાક ફ્રીજમાં રાખી દો.
કાકડી શરીરને એનર્જી આપે છે અને બોડીને હાઈડ્રેટ કરે છે.
ફુદીનો વજન ઘટાડવામાં હેલ્પ કરે છે અને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
આ ડ્રિંકમાં એન્ટી ઓક્સીડન્ટ હોય છે જે બોડીમાંથી ટોક્સિન બહાર કાઢવામાં હેલ્પ કરે છે.