Soup Recipe: વરસાદી વાતાવરણમાં પીવાની મજા એવું જીંજર ગાર્લિક સૂપ બનાવવાની રીત

જિંજર ગાર્લિક સૂપ

જિંજર ગાર્લિક સૂપ ઔષધીય ગુણોથી ભરપુર હોય છે. જે ઈમ્યુનિટી બુસ્ટ કરે છે.

સૂપ

વરસાદી વાતાવરણમાં આ સૂપ પીવાથી વધારે ફાયદો થશે.

સામગ્રી

આ સૂપ બનાવવા માટે લસણ, આદુ, કોર્ન ફ્લોર, ગાજર, લીલા ધાણા, કાળા મરી, લીંબુનો રસ, મીઠું, માખણ જરૂરી છે.

આદુ, લસણ

સૌથી પહેલા આદુ, લસણ અને ગાજરને ઝીણું ઝીણું સમારી લેવું.

ગાજર ઉમેરી સાંતળો

એક કઢાઈમાં માખણ ગરમ કરી તેમાં આદુ, લસણ અને ગાજર ઉમેરી બરાબર સાંતળો.

મરી પાવડર

ત્યારપછી તેમાં સૂપ બનાવવું હોય એ પ્રમાણે પાણી ઉમેરી તેમાં મરી પાવડર, મીઠું ઉમેરો.

કોર્ન ફ્લોરની સ્લીર

5 મિનિટ પછી સૂપ ઉકળે એટલે તેમાં કોર્ન ફ્લોરની સ્લીર ઉમેરો અને સૂપને ધીમા તાપે ઉકાળો.

ગરમાગરમ સર્વ કરો

છેલ્લે તેમાં લીલા ધાણા અને લીંબુનો રસ ઉમેરી ગરમાગરમ સર્વ કરો.