પરોઠા, પુરી સાથે લીંબુનું અથાણું તો ઘણીવાર ખાધું હશે પરંતુ એકવાર લીંબુની ચટણી પણ ટ્રાય કરો.
લીંબુની ખટમીઠી ચટણી બનાવવા માંગો છો તો આ સરળ રીત ફોલો કરો.
લીંબુની ચટણી બનાવવા માટે સૌથી પહેલા લીંબુને છોલી તેના 4 ટુકડા કરો અને બધા બી કાઢી નાખો.
કાપેલા લીંબુને મિક્સર જારમાં લઈ તેમાં લસણ, ગોળ અથવા ખાંડ, લીલા ધાણા, મરી અને મીઠું ઉમેરો.
પાણી ઉમેર્યા વિના ચટણીને વાટી લો. જો પેસ્ટ વધારે ઘટ્ટ હોય તો થોડું પાણી ઉમેરો.
ચટણી બની જાય પછી થોડી ટેસ્ટ કરવી જરૂર અનુસાર ગોળ અને મીઠું એડજસ્ટ કરી લેવું.
લીંબુની ખટમીઠી ચટણી રેડી છે. આ ચટણી પરોઠા, પુરી, પકોડા કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકો છો.