Instant Vada: વઘારેલા મમરા ખાઈને કંટાળી ગયા હોય તો નાસ્તા માટે બનાવો મમરાના વડા

મમરાનો નવો નાસ્તો

નાસ્તામાં વઘારેલા મમરા ખાઈને કંટાળી ગયા હોય તો એકવાર મમરાનો આ નવો નાસ્તો ટ્રાય કરો,

સ્વાદિષ્ટ વડા

મમરામાંથી સ્વાદિષ્ટ વડા બનાવવાની રીત આજે તમને જણાવીએ.

સામગ્રી

મમરાના વડા બનાવવા માટે મમરા, લીલા મરચાં, આદું, મરી, જીરું, લીમડાના પાન, ચોખાનો લોટ, લીલા ધાણા, મીઠું અને તળવા માટે તેલ જરૂરી છે.

મમરાને મિક્સરમાં પીસી લો

સૌથી પહેલા મમરાને 5 મિનિટ પાણીમાં પલાળી રાખો અને પછી મમરાનું બધું પાણી નીતારી મમરાને મિક્સરમાં પીસી લો.

આદુ-મરચાંની પેસ્ટ

એક થાળીમાં મમરાની પેસ્ટ કાઢી તેમાં આદુ-મરચાંની પેસ્ટ, મરી પાવડર, મીઠા લીમડાના પાન, લીલા ધાણા ઉમેરો.

ચોખાનો લોટ ઉમેરો

તૈયાર કરેલા મિશ્રણમાં સ્વાદ પ્રમાણે મીઠું, મરી પાવડર મિક્સ કરી સારી રીતે હલાવો.આ પેસ્ટમાં ચોખાનો લોટ ઉમેરો.

મન પસંદ આકારના વડા બનાવો

વડાના બેટરને 10 મિનિટ ઢાંકી રાખો. ત્યારબાદ તૈયાર કરેલા લોટમાંથી મન પસંદ આકારના વડા બનાવી અને ગરમ તેલમાં તળો.

ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો

મમરાના વડા બહારથી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો. અને ગ્રીન ચટણી અથવા કેચઅપ સાથે સર્વ કરો.