જો તમને ચટાકેદાર અને તીખું ખાવાનું પસંદ છે તો એકવાર પનીર ઠેચા ટ્રાય કરવા જોઈએ.
પનીરની ટેસ્ટી સબ્જી અને પનીર ટીક્કાને પણ ટક્કર મારે એવા ટેસ્ટી બને છે પનીર ઠેચા
પનીર ઠેચાની રેસિપી પણ ઈઝી છે જેથી તમે એકવારમાં આરામથી શીખી જશો.
પનીર ઠેચાનો મસાલો કરવા માટે મગફળી, લીલા મરચાં, લસણ, સંચળ, લીંબુનો રસ, મીઠું, કોથમીર, તેલ, ડુંગળી, લીમડાના પાનની જરૂર પડશે.
પનીરની આ વાનગી બનાવવા માટે પનીરના મોટા ચોરસ ટુકડા કટ કરી સાઈડમાં રાખવા.
આ વાનગી બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં મગફળી, લીલા મરચાં અને લસણને સાંતળો. તેમાં મીઠું, સંચળ પણ ઉમેરી દો.
ત્યારબાદ આ મસાલાને ખરલમાં વાટવો. આ મસાલો મિક્સરમાં ક્રશ ન કરવો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ડુંગળી અને લીમડાના પાન સાંતળી તેમાં વાટેલો મસાલો એડ કરી દો.
મસાલો બરાબર કુક થઈ જાય એટલે તેમાં પનીર મિક્સ કરો અને થોડું ગરમ પાણી એડ કરી કુક કરો.
5 મિનિટ સારી રીતે કુક કર્યા પછી લીલા ધાણા ઉમેરી પનીર ઠેચા ગરમાગરમ સર્વ કરો.