રોજ સવારે નાસ્તામાં પોહા, ઉપમા, થેપલા ખાઈને કંટાળી ગયા હોય તો ચોખાના લોટના ચીલા ટ્રાય કરી શકો છો.
ચોખાનો લોટ ઘરમાં હાજર હશે તો આ ચીલા ફટાફટ બની જશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગે છે.
સૌથી પહેલા એક વાસણમાં ચોખાનો લોટ લઈ તેમાં ઝીણી સમારેલી ડુંગળી અને ખમણેલું આદુ મિક્સ કરો.
આ ચીલામાં તમે ગાજર, કેપ્સિકમ, ટમેટા પણ ઝીણા સમારીને ઉમેરી શકો છો.
સાથે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં અને લીલા ધાણા ઉમેરો.
તેમાં પાણી ઉમેરી ચીલાનું બેટર તૈયાર કરો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરો.
બેટરને 30 મિનિટ રેસ્ટ આપો અને પછી ઢોસાના તવા પર ચોખાના લોટના ચીલા ઉતારો.
ચીલાને બંને તરફ તેલ અથવા બટર લગાડી કુક કરો અને ગરમા ગરમ સર્વ કરો.