Aloo Chaat: મસાલેદાર ચટપટી આલૂ ચાટ બનાવવાની રીત, ફરાળમાં પણ ખાઈ શકાય એવો નાસ્તો

ચટપટી આલુ ચાટ

આજે તમને ચટપટી આલુ ચાટ બનાવવાની રીત જણાવીએ. આ આલુ ચાટ વ્રતમાં પણ ખાઈ શકાય છે.

આલુ ચાટ બનાવવા માટે સામગ્રી

આલુ ચાટ બનાવવા માટે બટેટા, દાડમ, મીઠું, સંચળ, મીઠું દહીં, લીંબુનો રસ, તળેલા સીંગદાણા, લાલ મરચું, આમલીની ચટણી, ધાણાની ચટણી, લીલા ધાણા, લીંબુની જરૂર પડશે.

ગોલ્ડન બ્રાઉન

સૌથી પહેલા તેલ ગરમ કરી તેમાં બેટાટના ટુકડા તળી લેવા. બટેટા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળવા.

તળેલા બટેટા

તળેલા બટેટામાં લાલ મરચું, મીઠું, જીરું, લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો.

દાડમ, સીંગદાણા

બટેટાને એક બાઉલમાં કાઢી તેના પર દાડમ, સીંગદાણા જરૂર અનુસાર ઉમેરો.

મીઠું દહીં

છેલ્લે તેના પર મીઠું દહીં, મીઠી ચટણી, લીલી ચટણી અને ધાણા ઉમેરી સર્વ કરો.