કોઈપણ કારણસર જો દૂધ ફાટી જાય તો તેને ફેંકવાને બદલે તેમાંથી મીઠાઈ બનાવી લેજો.
ફાટેલા દૂધમાંથી કઈ કઈ મીઠાઈ બની શકે આજે તમને જણાવીએ.
આ સ્ટેપ ફોલો કરી ફાટેલા દૂધનો ઉપયોગ કરશો તો ઘરે સ્વાદિષ્ટ બંગાળી મીઠાઈ બની જશે.
દૂધ ફાટી જાય તો તેને કપડા વડે ગાળી લેવું અને ફાટેલા દૂધમાં થોડો કોર્ન ફ્લોર ઉમેરી બરાબર મસળવું. તેનાથી રસમલાઈનો બેઝ બની જશે.
દૂધમાં થોડા મેવા અને ખાંડ ઉમેરી ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળો અને તેમાં તૈયાર કરેલી રસમલાઈ ઉમેરી દો. રસ મલાઈ ફુલી જાય પછી તેને ઠંડી કરી સર્વ કરો.
ફાટેલા દૂધમાંથી કલાકંદ બનાવી શકાય છે. તેના માટે પાણીમાંથી દૂધનો માવો અલગ કરી તેમાં ખાંડ ઉમેરો ધીમા તાપે શેકો.
માવો ઘટ્ટ થઈ જાય પછી તેમાં એલચી પાવડર ઉમેરી કોઈ વાસણમાં પાથરી પીસ કરી સર્વ કરો.
દૂધ ફાટી જાય તો તેને પાણીમાંથી અલગ કરી એક વાસણમાં ખાંડ, એલચી ઉમેરી ધીમા તાપે કુક કરો. માવો ઘટ્ટ થઈ જાય એટલે તેને સંદેશનો શેપ આપી દો.