કેક નાના-મોટા સૌ કોઈને ભાવતી હોય છે. બજારમાં મળતી કેક મેંદાના લોટની હોય છે.
આજે તમને ઘરે ઘઉંના લોટની કેક કેવી રીતે બનાવવી તે જણાવીએ.
કેક બનાવવા માટે ઘઉંનો લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, કોકો પાવડર, દૂધ, ખાંડ, ઘી, વેનિલા એસેન્સ, ચોકલેટ ચીપ્સની જરૂર પડશે.
કેક તૈયાર કરવા માટે એક બાઉલમાં ઘઉંનો લોટ, બેકિંગ પાવડર, બેકિંગ સોડા, કોકો પાવડર ચાળીને મિક્સ કરો,
અન્ય એક બાઉલમાં દૂધમાં ખાંડ, વેનિલા એસેન્સ સારી રીતે મિક્સ કરો. અને આ મિશ્રણને ધીરેધીરે લોટમાં મિક્સ કરો.
કેકનું મિશ્રણ ઘટ્ટ લાગતું હોય તો થોડું હુંફાળુ દૂધ ઉમેરવું.
ત્યારબાદ કેકના બેટરને ગ્રીસ કરેલા કેકના ટીનમાં પાથરી દો.
કેકના બેટરની ઉપર ચોકલેટ ચિપ્સ એડ કરો અને ઓવનમાં 180 ડીગ્રી પર બેક કરવા મુકો.
કેક ફુલી જાય એટલે ચેક કરીને તેને ઠંડી કરી અનમોલ્ડ કરો.