ફરવાનું લગભગ દરેક લોકોને પસંદ હોય છે. ફરવાથી તમને ઘણી વસ્તુનો વાસ્તવિક અનુભવ થાય છે.
આજના સમયમાં ટ્રાવેલ અને ટૂરિઝ્મનું માર્કેટ ખૂબ આગળ વધી રહ્યું છે.
તો આવો તમને જણાવીએ કે ભારતના લોકો સૌથી વધુ ફરવા માટે કયો દેશ પસંદ કરે છે.
જો તમારા મગજમાં નેપાળ, માલદીવ કે ભૂતાન જેવી જગ્યાના નામ આવી રહ્યાં છે તો તેમાંથી બહાર આવી જાવ.
પરંતુ આ ત્રણ દેશ પણ ભારતીયોના ફેવરેટ ડેસ્ટિનેશનમાં સામેલ છે.
પરંતુ આ દિવસોમાં ભારતીયોની પ્રથમ પસંદ થાઈલેન્ડ છે.
ભારતના લોકો સૌથી વધુ થાઈલેન્ડ ફરવા જાય છે.