વાસી રોટલીથી બનાવો રાજસ્થાની સ્ટાઇલમાં આ ટેસ્ટી નાસ્તો, બાળકો થઈ જશે ખુશ

નાસ્તો

એક કે બે વાસી રોટલી લો અને તેના નાના-નાના ટુકડા કરો.

કઢાઈમાં 1 ટેબલ સ્પૂન તેલ ગરમ કરો.

હવે રાઈ, જીરૂ, હીંગ અને લીમડો નાખો.

ઝીણી સમારેલી ડુંગલી, લીલું મરચું અને ટામેટા નાખી થોડો સમય શેકો.

સ્વાદ પ્રમાણે હળદર, લાલ મરચું અને નમક મિક્સ કરો.

હવે તેમાં રોટલીના ટુકડા નાખો અને સારી રીતે મિક્સ કરો.

થોડું પાણી નાખી 2-3 મિનિટ સુધી ધીમી આંચ પર પકાવો.

ઉપરથી લીલા ધાણા અને લીંબુનો રસ નાખો.

તમે ઈચ્છો તો દહીં કે આચારની સાથે સ્વાદિષ્ટ નાસ્તાને સર્વ કરો.