ઘરમાં જો કોઈ શાક ન હોય તો મિનિટમાં બની જતું ગાંઠિયાનું શાક એકવાર જરૂર ટ્રાય કરજો.
ગાંઠિયાનું શાક બનતા 10 જ મિનિટ થાય છે અને આ શાક રોટલી, પરોઠા, પુરી કોઈપણ વસ્તુ સાથે સર્વ કરી શકાય છે.
ગાંઠિયાનું શાક બનાવવા માટે ગાંઠિયા સિવાય તેલ, જીરું, રાઈ, લીમડાના પાન, આદુ-લસણ-મરચાંની પેસ્ટ, ડુંગળીની પેસ્ટ
ઝીણા સમારેલા ટમેટા, કાશ્મીરી લાલ મરચું, ધાણાજીરું, હળદર, હીંગ, મીઠું અને છાશની જરૂર પડશે.
સૌથી પહેલા તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું, હીંગ અને લીમડાનો વઘાર કરો. સાથે તેમાં આદુ-લસણ-મરચાંની પેસ્ટ ઉમેરો.
ત્યારબાદ તેમાં ડુંગળીની પેસ્ટ ઉમેરી કુક કરો. ડુંગળી બ્રાઉન થઈ જાય પછી તેમાં ઝીણા સમારેલા ટમેટા ઉમેરી કુક કરો.
ટમેટાનું પાણી બળી જાય પછી તેમાં હળદર, ધાણાજીરું, મરચું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 1 મિનિટ કુક કરી તેમાં છાશ ઉમેરો.
આ શાકમાં પાણી નથી ઉમેરવાનું. ગાંઠિયાનું શાક છાશ સાથે વધારે ટેસ્ટી લાગે છે.
છાશ ઉકળવા લાગે એટલે તેમાં ગાંઠિયા ઉમેરો. ગ્રેવી ઘટ્ટ થઈ જાય અને ગાંઠિયા સોફ્ટ થઈ જાય એટલે ગરમાગરમ શાક સર્વ કરો.