ભજીયા અલગ અલગ પ્રકારના બને છે જેમાંથી એક કુંભણીયા ભજીયા પણ છે.
ચોમાસામાં કુંભણીયા ભજીયા તળેલા મરચાં અને ડુંગળી સાથે ખાવાની મજા પડી જાય છે.
કુંભણીયા ભજીયા ઘરે બનાવવા હોય તો લસણ, લીલી મેથી, કોથમીર, મીઠું, લીલા મરચાં, આદુ, લીંબુ, ખાંડ, અજમા, ચણાનો લોટ અને તેલની જરૂર પડશે.
એક મોટા બાઉલમાં ઝીણી સમારેલી મેથી અને કોથમીર ધોઈને લો. આ ભજીયામાં મેથી ધાણાનું પ્રમાણ વધારે રાખવું.
તેમાં આદુ-મરચાંની પેસ્ટ, ખાંડ, અજમો, મીઠું, લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ તેમાં ચણાનો લોટ ઉમેરો અને પાણી ઉમેરો.
ચણાનો લોટ વધારે પ્રમાણમાં એડ ન કરવો. જેથી ભજીયા ક્રિસ્પી બને. છેલ્લે ભજીયાના બેટરમાં ખાવાનો સોડા ઉમેરી દો.
ગરમ તેલમાં નાની નાની સાઈઝના ભજીયા ઉતારો અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો.