પીનટ બટર ખાવામાં સ્વાદિષ્ટ હોય છે અને હેલ્થ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે.
જે લોકો ફિટનેસનું વિશેષ ધ્યાન રાખતા હોય તેઓ પીનટ બટર ખાતા હોય છે.
માર્કેટમાં મળતા પીનટ બટર મિલાવટી પણ હોય શકે છે જેના કારણે તે નુકસાન પણ કરી શકે છે.
તમે ઘરે પણ મગફળીમાંથી બજારમાં મળે એવું જ ટેસ્ટી પીનટ બટર તૈયાર કરી શકો છો.
પીનટ બટર બનાવવા માટે મગફળી, ઘી, મીઠું અને મધની જરૂર પડશે. સૌથી પહેલા મગફળીને એક પેનમાં ધીમા તાપે શેકી લો.
પછી મગફળીના ફોતરા કાઢી મગફળીને એકદમ સાફ કરી લો.
મગફળીના દાણાને મિક્સર પીસી લો અને પછી તેમાં મધ, ઘી અને મીઠું ઉમેરો.
પછી ફરીથી બધી વસ્તુને મિક્સરમાં પીસો જેથી ઘટ્ટ પેસ્ટ તૈયાર થઈ જાય.
તૈયાર કરેલા પીનટ બટરને કાચની બોટલમાં ભરી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો.