સાબુદાણાના ફરાળી ઢોકળા બનાવવા માટે સાબુદાણાને 5 કલાક પાણીમાં પલાળી મિક્સરમાં વાટી લેવા.
સાબુદાણાની પેસ્ટમાં બાફેલા બટેટાને મેશ કરી ઉમેરો. 1 બાઉલ સાબુદાણા હોય તો 2 બાફેલા બટેટા લેવા.
સાથે તેમાં દહીં, સિંગદાણાનો ભુક્કો, લીલા મરચાં અને આદુની પેસ્ટ મિક્સ કરો. સાબુદાણાનું મિશ્રણ વધારે ઘટ્ટ હોય તો છાશ ઉમેરવી.
આ સામગ્રીમાં સિંધાલૂણ, લીલા ધાણા, લીંબુનો રસ મિક્સ કરો અને છેલ્લે તેમાં ઈનો મિક્સ કરો.
ઢોકળાની પ્લેટમાં તેલ લગાડી તૈયાર બેટર પાથરી તેને 20 મિનિટ માટે સ્ટીમ કરો.
20 મિનિટ પછી ઢોકળાને ચેક કરી તેમાં કાપા કરી ઠંડા થવા દો અને પછી પ્લેટમાંથી ચાકુની મદદથી ઢોકળા કાઢી લો.
ઢોકળાના વઘાર માટે તેલ ગરમ કરી તેમાં જીરું, લીમડાના પાન અને મરચાનો વઘાર કરી તેને ઢોકળા પર રેડી દો.