Recipe: બસ 4 વસ્તુઓથી બનાવો મોંમાં મૂકતાં જ ઓગળી જાય એવો સોફ્ટ અને સ્વાદિષ્ટ કોપરા પાક

કોપરા પાક

વ્રતમાં ખાઈ શકાય એવી મીઠાઈમાં કોપરા પાક સૌથી પહેલા યાદ આવે છે.

ઓછી સામગ્રી

કોપરા પાક એવી મીઠાઈ છે જેને બનાવવાની રીત સૌથી સરળ છે અને આ મીઠાઈ ઓછી સામગ્રી સાથે બની જાય છે.

એકદમ સોફ્ટ કોપરા પાક

આજે તમને એકદમ સોફ્ટ અને સ્વાદિષ્ટ કોપરા પાક ઘરે કેવી રીતે બનાવવો જણાવીએ.

સામગ્રી

કોપરા પાક બનાવવા માટે 3 કપ નાળિયેરનું ઝીણું ખમણ, 2 કપ ખાંડ, અડધો કપ ફુલ ક્રીમ દૂધ, 2 ચમચી તાજી મલાઈ, એલચી પાવડર જરૂરી છે.

નાળિયેરનું ખમણ

સૌથી પહેલા એક નોનસ્ટિક પેનમાં થોડું ઘી ગરમ કરો અને તેમાં નાળિયેરનું ખમણ ઉમેરી ધીમા તાપે 5 મિનિટ શેકો.

ખાંડ અને દૂધ

કોપરાના ખમણમાં ખાંડ અને દૂધ ઉમેરી સતત હલાવતા રહો જેથી કોપરાનું મિશ્રણ ચોંટી ન જાય.

મલાઈ એડ કરો

ખાંડનું પાણી બળે અને કોપરા પાકનું મિશ્રણ થોડું ઘટ્ટ થાય એટલે તેમાં તાજી મલાઈ એડ કરી ફરીથી હલાવો.

એલચી પાવડર

જ્યારે કોપરા પાકનું મિશ્રણ કઢાઈ છોડવા લાગે એટલે તેમાં એલચી પાવડર ઉમેરી ગેસ બંધ કરી દો.

કોપરા પાક તૈયાર

તૈયાર કરેલા કોપરા પાકને ઘી લગાડેલી થાળીમાં પાથરી ઠંડો કરી તેના ટુકડા કરી લો અને એર ટાઈટ કંટેનરમાં સ્ટોર કરી રાખો.