ભારતમાં સ્ટ્રીટ ફુડ લોકોની પહેલી પસંદ હોય છે.
આજે તમને 4 એવા શહેરો વિશે જણાવીએ જ્યાંનું સ્ટ્રીટ ફુડ વિદેશ સુધી ફેમસ છે.
જો તમે આ જગ્યાએ જાવ તો રેસ્ટોરન્ટમાં જમવાને બદલે ત્યાંના સ્ટ્રીટ ફુડની જ મજા લેવી જોઈએ.
કારણ કે આ જગ્યાની મુલાકાત અહીંના સ્ટ્રીટ ફુડનો સ્વાદ માણ્યા વિના અધુરી રહી જશે.
મુંબઈ જવાનું થાય તો અહીંની પાવભાજી ખાવી જ જોઈએ. મુંબઈની પાવભાજી સૌથી અલગ અને સૌથી ટેસ્ટી હોય છે.
ક્રંચી અને કુરકુરી આલુ ટિક્કીમાં દહીં, છોલ અને ચટણી ઉમેરી સર્વ કરવામાં આવે છે. આ ટિક્કી જીવનમાં એકવાર તો ખાવી જ જોઈએ.
દક્ષિણ ભારતમાં ક્યાંય પણ ફરવા જવાનું થાય તો ઈડલી અને ઢોસા ખાવા. અહીંના ઈડલી અને ઢોસા જેવો સ્વાદ બીજે ક્યાંય નહીં મળે.