દહીંનો ઉપયોગ સ્કિન કેરમાં કરવામાં આવે તો ગજબના ફાયદા જોવા મળે છે.
દહીંનો ઉપયોગ કરવાથી ચહેરા પર નિખાર વધી શકે છે.
ચોમાસામાં ઓઈલી સ્કિનના કારણે ખીલ સહિતની સમસ્યા રહેતી હોય છે.
આ પ્રકારની સ્કિનની સમસ્યાથી મુક્તિ મેળવવા સ્કિન પર રોજ દહીં અપ્લાય કરી શકાય છે.
ખાસ કરીને ફ્રીજમાં રાખેલું ઠંડુ દહીં સ્કિન પર જાદુની જેમ અસર કરે છે.
ફ્રીજમાં રાખેલું દહીં સ્કિન પર લગાડવાથી ત્વચામાં ચમક આવે છે અને ડ્રાયનેસ ઓછી થાય છે.
ચહેરા પર લગાડતા પહેલા દહીંને 20 મિનિટ માટે ફ્રીજમાં રાખી દેવું.
ઠંડુ દહીં ચહેરા અને ગરદન પર અપ્લાય કરો અને 10 થી 15 મિનિટ પછી કપડા વડે સાફ કરી નાખો.
દહીં લગાડ્યાની 2 કલાક પછી ફેસ વોશથી ચહેરો સાફ કરવો.