વ્રત-તહેવારોનો સમય શરુ થઈ ગયો છે ત્યારે આજે તમને જણાવીએ વ્રત દરમિયાન નાસ્તામાં ખાઈ શકાય એવી કટલેટ બનાવવાની રીત.
ફરાળમાં સવારે નાસ્તામાં આ હેલ્ધી કટલેટ ખાવાથી શરીરને નુકસાન પણ નહીં થાય.
ફરાળી કટલેટ બનાવવા માટે શિંગોડાનો લોટ, બાફેલા બટેટા, શેકેલી મગફળી, લીલા મરચાં, આદુ, મીઠું, લીંબુનો રસ, ખાંડ, મરી, લીલા ધાણા અને તેલની જરૂર પડશે.
એક મોટા બાઉલમાં શિંગોડાનો લોટ લઈ તેમાં અધકચરી વાટેલી મગફળી, આદુ-મરચાંની પેસ્ટ, મીઠું, ખાંડ, લીંબુ, મરી પાવડર, લીલા ધાણા મિક્સ કરો.
ત્યારપછી તેમાં બાફેલા બટેટા ઉમેરી બધી સામગ્રીનું મિશ્રણ તૈયાર કરો. મિશ્રણ એવું રાખવું કે તેમાંથી ટીક્કી બની શકે.
તૈયાર કરેલા મિશ્રણમાંથી મનપસંદ આકારની ટીક્કી બનાવી સાઈડ પર રાખો.
એક નોનસ્ટીક પેનમાં ટીક્કીને તેલ મુકી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સારી રીતે શેકી લો અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો.