Google આપી રહ્યું છે 8500 રૂપિયા ! જાણો ક્યારે અને કેવી રીતે મળશે

Google Pixel 6a યુઝર્સને ખરાબ બેટરી પરફોર્મન્સ અને ઓવરહિટીંગની ફરિયાદ પર 8500 રૂપિયા સુધીનું વળતર આપશે

કંપની 100 ડોલર રોકડા અથવા 150 ડોલર ગુગલ સ્ટોર ક્રેડિટનો વિકલ્પ આપી રહી છે

જેમને રોકડા જોઈતા નથી તેઓ ફોનની બેટરી પણ મફતમાં બદલી શકે છે

માહિતી અનુસાર, આ યોજના 21 જુલાઈ, 2025થી ભારત સહિત સાત દેશોમાં શરૂ થશે

Google 8 જુલાઈથી Android 16 અપડેટ પણ આપી રહ્યું છે, જે બેટરી અને હીટિંગની સમસ્યાઓ ઘટાડશે

વળતર મેળવવા માટે, યુઝર્સે Googleના સપોર્ટ પેજ પર ફોનનો IMEI નંબર અને ઇમેઇલ ID દાખલ કરવો પડશે

ચુકવણી Payoneer દ્વારા કરવામાં આવશે, જેમાં યુઝર્સએ PAN કાર્ડ અથવા ID પ્રૂફ આપવું પડી શકે છે

તૂટેલા ફોન આ યોજના માટે પાત્ર રહેશે નહીં

જો સ્ક્રીન તૂટી ગઈ હોય અને ફોન વોરંટી હેઠળ ન હોય, તો તમારે સર્વિસના પૈસા આપવા પડશે