1 લીટરમાં કેટલા કિલોમીટર ઉડે છે ફાઇટર જેટ?

ફાઇટર જેટ

જ્યારે પણ આકાશમાં મોટા અવાજની સાથે કોઈ ફાઇટર જેટ ઉડે છે તો બધાની નજરર તેની સ્પીડ અને તાકાત પર જાય છે.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ ફાઇટર જેટ એક લીટર ફ્યુલમાં કેટલી દૂર ઉડે છે? એટલે કે તેનું માઇલેજ કેટલું હોય છે.

સાધારણ ગાડીઓની જેમ ફાઇટર જેટનું માઇલેજ ન હોય, પરંતુ તેમ છતાં કેટલાક મોટા આંકડા ઉપલબ્ધ છે.

ઉદાહરણ તરીકે, દુનિયામાં સૌથી ઝડપી અને શક્તિશાળી મનાતું F-16 ફાઇટર જેટ લગભગ 3 લીટર ફ્યુલમાં માત્ર 1 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે કે તેની એવરેજ ખૂબ ઓછી છે.

ભારતના સુખોઈ Su-30MKI ની વાત કરીએ તો તે એક કલાકમાં આશરે 4500થી 5000 લીટર એવિએશન ફ્યુલ સળગાવે છે.

તેની ક્રૂઝિંગ સ્પીડ હોય છે લગભગ 900 કિમી પ્રતિ કલાક. એટલે કે તેની માઇલેજ હોય છે 1.5થી 2 કિલોમીટર પ્રતિ લીટર.

હકીકતમાં ફાઇટર જેટ માઇલેજ માટે નહીં, પરંતુ સ્પીડ, તાકાત અને મિશનને પૂરુ કરવા માટે બનાવવામાં આવે છે.

આ કારણ છે કે તેમાં ફ્યુલનો વપરાશ વધુ થાય છે.

અહીં આપવામાં આવેલી જાણકારી ઈન્ટરનેટ પરથી લેવામાં આવી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.