શું ભારતીય ડ્રાઇવિંગ લાઇસન્સ વિદેશમાં માન્ય છે, અહીં સાચો જવાબ જાણો

વિશ્વ

વિશ્વમાં ઘણા એવા દેશ છે જે ભારતીય લાયસન્સને કાર ચલાવવાની મંજૂરી આપે છે.

તેવામાં આજે અમે તમને જણાવીશું કે કયા દેશોમાં ભારતીય લાયસન્સ પર ડ્રાઇવિંગ કરી શકાય છે.

મહત્વનું છે કે ભારતીય લાયસન્સને અમેરિકામાં એન્ટ્રી બાદ 1 વર્ષ સુધી વેલિડ માનવામાં આવે છે, પરંતુ તે અંગ્રેજીમાં હોવું જોઈએ.

પરંતુ અહીં 1-94 ફોર્મ ભરી વેરિફાઇ કરાવવું પડશે.

ઓસ્ટ્રેલિયાના ઘણા રાજયોમાં આશરે ત્રણ મહિના સુધી ભારતીય ડ્રાઈવિંગ લાયસન્સ માન્ય છે.

કેનેડામાં ભારતીય લાયસન્સ માત્ર 60 દિવસ સુધી માન્ય રહે છે.

ભારતીય લાયસન્સ ઈંગ્લેન્ડ, વેલ્સ અને સ્કોટલેન્ડમાં એક વર્ષ સુધી માન્ય રહે છે.

ભારતીય લાયસન્સ સાથે તમે જર્મનીમાં છ મહિના સુધી વાહન ચલાવી શકો છો. ત્યારબાદ તમારે આંતરરાષ્ટ્રીય પરમિટની જરૂર પડે છે.

ડિસ્ક્લેમર

આ સમાચાર લખવામાં અમે ઉપલબ્ધ જાણકારી અને ઈન્ટરનેટની મદદ લીધી છે. ઝી 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.