Home> World
Advertisement
Prev
Next

USમાં કોવિડ-19થી 1.3 લાખ લોકોના મોત અને ટ્રંપ કરી રહ્યાં છે મહામારી સામે જીતનો દાવો

દુનિયામાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ અમેરિકા છે. આ ઘાતક મહામારીએ USમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. જ્યારે 1.3 લાખ લોકોના જીવ ગયા છે. જો કે, આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (US president Donald Trump) આ મહામારી સામેની લડતમાં જીતનો દાવો કરી રહ્યાં છે.

USમાં કોવિડ-19થી 1.3 લાખ લોકોના મોત અને ટ્રંપ કરી રહ્યાં છે મહામારી સામે જીતનો દાવો

નવી દિલ્હી: દુનિયામાં કોવિડ-19થી સૌથી વધુ પ્રભાવિત થનાર દેશ અમેરિકા છે. આ ઘાતક મહામારીએ USમાં અત્યાર સુધીમાં 28 લાખથી વધુ લોકોને સંક્રમિત કર્યા છે. જ્યારે 1.3 લાખ લોકોના જીવ ગયા છે. જો કે, આવી ખરાબ પરિસ્થિતિ હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ (US president Donald Trump) આ મહામારી સામેની લડતમાં જીતનો દાવો કરી રહ્યાં છે.

fallbacks

આ પણ વાંચો:- દુનિયાભરમાં કોરોના દર્દીઓની સંખ્યા 1.11 કરોડને પાર, જાણો કેટલા લોકોએ ગુમાવ્યો જીવ

યુનાઇટેડ સ્ટેટ્સમાં 4 જુલાઈએ રાષ્ટ્રીય રજાના સમયે ટ્રંપે મહામારી (pandemic) સામે 'જબરદસ્ત જીત'ના ખૂબ નજીક હોવાનો દાવો કર્યો હતો. જ્યારે, આના એક દિવસ પહેલા જ દેશમાં 50 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે, જેમાં મોટાભાગના ફ્લોરિડા અને ટેક્સાસના છે.

રાષ્ટ્રપતિએ રાષ્ટ્રના નામ એક સંદેશમાં દાવો કર્યો, 'અમે કોઈ પણ દેશની સરખામણીએ ઘણું સારા કામ કરી રહ્યા હતા. આજ સુધી કોઈ પણ દેશએ તેના ઇતિહાસમાં આ કર્યું નથી. ત્યારબાદ ચીનને લીધે આપણે આ ભયંકર મહામારીના ભોગ બન્યા હતા અને હવે અમે તેનાથી બહાર આવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ.

આ પણ વાંચો:- પોતાના દાવાથી પાછું ફર્યું WHO, કહ્યું- ચીને આપી ન હતી કોરોનાની જાણકારી

તેમણે વધુમાં કહ્યું કે, 'અમારો દેશ પાટા પર પાછો ફરી રહ્યો છે. અહીં નોકરીઓની સંખ્યા ઉત્તમ છે. ઘણી બધી બાબતો થઈ રહી છે જે હમણાં લોકો જોઇ શકતા નથી. અમે જબરદસ્ત જીતના માર્ગ પર છીએ. તે બનવા જઇ રહ્યું છે અને તે મોટું થવાનું છે આપણો દેશ પહેલા કરતા મહાન બનશે.

પોતાના દાવાની પુષ્ટિ કરવા માટે ટ્રંપે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર લખ્યું, 'જો આપણે આટલા સફળ પરીક્ષણો ન કર્યા હોત, તો આપણી પાસે બહુ ઓછા કેસો થયા હોત. આ દરમિયાન મૃત્યુ દર પણ નીચે ગયો છે.

આ પણ વાંચો:- WHOએ Hydroxychloroquineના પરીક્ષણ પર લગાવ્યો પ્રતિબંધ, જણાવ્યું આ મોટું કારણ

આરોગ્ય નિષ્ણાતોના મતે પરીક્ષણ, સારવાર અને હાલમાં સંક્રમિત લોકોની ઉંમર અને તેમની આરોગ્ય પ્રોફાઇલને કારણે યુ.એસ.માં મૃત્યુદર ઘટ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More