Knowledge News: જો અમે તમને એમ કહીયે કે ઘડિયાળમાંથી હંમેશા માટે એક કલાક ઓછો કરી દેવામાં આવે તો તમે એવો અનુભવ કરશો કે તમારી દિનચર્યામાંથી એક કલાક ઓછો કરી દેવામાં આવ્યો છે. શું તમે ક્યારેય આવી ઘડિયાળ (Most unique Watch) વિશે સાંભળ્યું છે જેમાં ક્યારેય 12 વાગતા નથી? તમે જાણીને હેરાન થઈ જશો કે દુનિયામાં એક એવી ઘડિયાળ છે જેમાં ક્યારેય 12 વાગતા નથી.
આખરે ઘડિયાળમાં કેમ વાગે છે 11?
દુનિયામાં આ અનોખી ઘડિયાળ સ્વિટ્ઝરલેન્ડના સોલોથર્ન (Solothurn Of Switzerland) શહેરમાં છે. આ શહેરમાં ટાઉન સ્પ્રેયર પર એક ઘડિયાળ (A Clock on Town Square) લાગેલી છે. આ ઘડિયાળમાં માત્ર 11 અંક છે. આ ઘડિયાળમાં 12 નંબર ગાયબ છે. આમ તો અહીં ઘણી ઘડિયાળ છે જેમાં 12 વાગતા નથી. આ શહેરની વિશેષતા એ છે કે આ શહેરના લોકોને 11 નંબર વધારે પસંદ છે. આટલું જ નહીં, અહીં જેટલી પણ વસ્તુઓ છે તેની ડિઝાઈન 11 નંબરની આસપાસ જ ફરતી રહે છે. આ શહેરમાં ચર્ચ અને ચૈપલોંની સંખ્યા પણ 11-11 છે આ સિવાય સંગ્રહાલય, ટાવરનો પણ નંબર 11 છે.
આ પણ વાંચોઃ Afghanistan Blast: કાબુલમાં મિલિટ્રી હોસ્પિટલની પાસે ધમાકો, 19ના મોત, 50 ઈજાગ્રસ્ત
11 નંબર પાછળનું શું છે કારણ?
સેંટ ઉર્સુસ (Saint Ursus) ના મુખ્ય ચર્ચમાં પણ તમને 11 નંબરનું મહત્વ સ્પષ્ટ જોવા મળશે. આ ચર્ચ પણ 11 વર્ષમાં બનીને તૈયાર થયું હતું. અહીં 11 દરવાજા અને 11 બેલ છે. અહીંના લોકોને 11 નંબર એટલો પસંદ છે કે તે પોતાના 11માં જન્મદિવસની ખૂબ ખાસ રીતે ઉજવણી કરે છે. આ પ્રસંગમાં આપવામાં આવેલી ગિફ્ટ પણ 11 નંબરથી જ જોડાયેલી હોય છે. અહીંના લોકો 11 નંબરને શુભ માને છે.
સદીઓ જૂની છે માન્યતા
11 નંબર પ્રત્યે આટલા પ્રેમ અંગે સદિયો જૂની માન્યતા છે. કોઈ સમયમાં સોલોથર્નના લોકો ખૂબ મહેનત કરતા તે છતાં તેમના જીવનમાં મુશ્કેલીઓ હતી. થોડા સમય પછી અહીંયાની પહાડીઓમાંથી એલ્ફ (Elf) આવ્યા અને તેમને આ લોકોનો ઉત્સાહ વધાર્યો. એલ્ફના આગમનથી ત્યાંના લોકોના જીવનમાં ખુશીઓ આવવા લાગી. સેલ્ફનો કિસ્સો જર્મની (Germany) ની પૌરાણિક કથાઓમાં જોવા મળે છે. અહીંના લોકોમાં એવી માન્યતા છે કે, સેલ્ફ પાસે અલૈકિક શક્તિઓ હોય છે અને જર્મન ભાષામાં એલ્ફનો મતલબ 11 થાય છે આ માટે સોલોથર્નના લોકોએ સેલ્ફને 11 નંબરથી જોડી દીધું છે અને ત્યારથી જ અહીંયાના લોકો 11 નંબરને ખૂબ મહત્વ આપવાનું શરૂ કરી દીધું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે