Home> World
Advertisement
Prev
Next

20 ટકા ટ્વિટર એકાઉન્ટ નકલી, ડીલ આગળ ન વધી શકે.... શું છે એલન મસ્કની ચાલ

ટેસ્લા કંપનીના સીઈઓ એલન મસ્કનું કહેવુ છેકે તે ટ્વિટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત ન કરી દે કે તેના પ્લેટફોર્મ પર 5 ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે. 

20 ટકા ટ્વિટર એકાઉન્ટ નકલી, ડીલ આગળ ન વધી શકે.... શું છે એલન મસ્કની ચાલ

વોશિંગટનઃ ટેસ્લાના સીઈઓ અલન મસ્કનું કહેવુ છે કે તે ટ્વિટર ડીલને ત્યાં સુધી આગળ નહીં વધારે જ્યાં સુધી કંપની તે સાબિત ન કરી દે કે તેના પ્લેટફોર્મ પર 5 ટકાથી ઓછા સ્પેમ એકાઉન્ટ છે. ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલના દાવાથી વિપરીત મસ્કે હાલમાં દાવો કર્યો હતો કે ટ્વિટરમાં ઓછામાં ઓછા 20 ટકા સ્પેમ એકાઉન્ટ છે. 

fallbacks

પાછલા સપ્તાહે ટ્વિટરે જણાવ્યું હતું કે આ ક્વાર્ટરમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ પર લગભગ 5 ટકા સ્પેમ એકાઉન્ટ હતા. ટેસ્લાના સીઈઓએ ટ્વિટરના દાવાને નકારી દીધા અને સોદાને રોકી દીધો. મસ્કે બાદમાં કહ્યું કે તે હજુ અધિગ્રહણ માટે પ્રતિબદ્ધ છે. 

નિષ્ણાંતો માને છે કે આ મસ્કની ચાલ હોઈ શકે છે કે તે ટ્વિટરને શરૂઆતમાં આપેલી ઓફરથી ઓછી કિંમતમાં ખરીદી લે. એલન મસ્કે પાછલા મહિને ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાની જાહેરાત કરી હતી. જ્યારથી મસ્કે ટ્વિટરને ખરીદવાની જાહેરાત કરી છે, ટેસ્લાના સીઈઓ દ્વારા પોતાની ભાગીદારીનો ખુલાસો કર્યા બાદ કંપનીના સ્ટોકે પોતાનો તમામ પ્રોફિટ ગુમાવી દીધો છે. 

આ પણ વાંચોઃ શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષે વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ નિષ્ફળ, પક્ષમાં માત્ર 68 મત પડ્યા  

તમામ આશા વચ્ચે મસ્કે હાલમાં કહ્યું હતું કે ઓછી કિંમત પર સોદો કરવો ખોટો નથી. તેનાથી સ્પષ્ટ થાય છે કે મસ્ક ઓછી બોકીમાં ટ્વિટર બોલી પ્રાપ્ત કરવાના પ્રયાસમાં છે. મસ્કે સોમવારે મિયામીમાં એક સંમેલનમાં કહ્યું- તમે કોઈ એવી વસ્તુ માટે એટલી કિંમત ન ચુકાવી શકો જે તેના દાવાથી વધુ ખરાબ છે. 

મસ્ક ટ્વિટર પર સ્પેમ એકાઉન્ટની વિરુદ્ધ છે. તેમણે એકવાર કહ્યું હતું કે સ્પેમ એકાઉન્ટ ટ્વિટર પર સૌથી વધુ પરેશાન કરતી સમસ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ટ્વિટરના અધિગ્રહણ બાદ મસ્ક સ્પેમ અને ફેક એકાઉન્ટને હટાવવાની દિશામાં કામ કરશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

જુઓ LIVE TV

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More