Elon Musk News: સોશિયલ નેટવર્કિંગ સાઈટ Xના સ્થાપક અને ટેસ્લા અને સ્પેસએક્સના CEO ઈલોન મસ્કની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમણે ગઈ કાલે પોતાની એક જૂની પોસ્ટને રી-ટ્વીટ કરતી વખતે આ પોસ્ટ લખી હતી. નવી પોસ્ટમાં એલોન મસ્કએ ભવિષ્યને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે આગામી 6 વર્ષના તેમના પ્રોજેક્ટ પ્લાનિંગ વિશે જણાવ્યું છે. પોસ્ટમાં એલોન મસ્ક એ વર્ષ 2026ના અંત સુધીમાં ટેસ્લા કંપનીના ઓપ્ટીમસ મિશનની જાહેરાત કરી હતી. સ્પેસએક્સ સ્ટારશિપના મંગળ મિશનની પણ જાહેરાત કરી. તેમણે 2029ના અંત સુધીમાં મંગળ પર મનુષ્યો ઉતરવાની આશા વ્યક્ત કરી હતી.
એલોન મસ્કએ કહ્યું કે સ્પેસએક્સ ઓપ્ટીમસ સાથે મંગળ પર સ્ટારશિપ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. સંભવિત માનવ મિશન વર્ષ 2029થી વર્ષ 2031 વચ્ચે પૂર્ણ કરવાનું પ્લાનિંગ છે. સ્પેસએક્સનું સ્ટારશિપ અવકાશયાન 2026ના અંતમાં મંગળ ગ્રહ માટે પ્રસ્થાન કરશે. તે ટેસ્લાના માનવીય રોબોટ ઓપ્ટીમસને મંગળ પર લઈ જશે. જો માનવરહિત મંગળ મિશનનું લેન્ડિંગ સારી રીતે થાય તો વર્ષ 2029 સુધીમાં માનવ ઉતરાણ શરૂ થઈ શકે છે. આ મિશન વર્ષ 2031 સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે. આ રીતે મસ્કે દુનિયાને તેમના ભવિષ્યનું ચિત્ર બતાવ્યું છે.
Starship departs for Mars at the end of next year, carrying Optimus.
If those landings go well, then human landings may start as soon as 2029, although 2031 is more likely. https://t.co/JRBB95sgNN
— Elon Musk (@elonmusk) March 15, 2025
રોબોટ્ અને અંતરિક્ષ યાત્રીઓ વિશે જણાવ્યું!
રિપોર્ટ અનુસાર, એલોન મસ્કએ કહ્યું કે સ્પેસએક્સની સ્ટારશિપ અને હેવી બૂસ્ટરને 2026 સુધીમાં મંગળ પર લોન્ચ કરવામાં આવી શકે છે. આ મિશન પર એક રોબોટ જશે. જો આ મિશન સફળ થશે તો અમે વર્ષ 2029 સુધીમાં મંગળ પર માનવ મિશન મોકલીશું. જો આ મિશન પૂર્ણ થશે તો મોટી સિદ્ધિ પ્રાપ્ત થશે. આ મિશન વર્ષ 2031 સુધીમાં પૂર્ણ થવાની આશા છે. આ એક સપનું છે જે આખી દુનિયામાં જોવા મળે છે, જેને અમેરિકા સૌથી પહેલા પૂરું કરશે.
એલોન મસ્કએ જણાવ્યું છે કે ટેસ્લાનો હ્યુમનૉઇડ રોબોટ ઑપ્ટિમસ આ વર્ષના અંત સુધીમાં સ્ટારશિપ સાથે મોકલવા માટે તૈયાર થઈ જશે. ચાર અવકાશયાત્રીઓ માનવ ઉતરાણ માટે તાલીમ લઈ રહ્યા છે. સ્ટારશિપનું 30 ફૂટ પહોળું અને 397 ફૂટ ઊંચું વિશાળકાય રોકેટ ઘણું શક્તિશાળી છે. આ સ્ટારશિપ રોકેટમાં સુપર હેવી બૂસ્ટર પણ વધુ શક્તિશાળી છે. સ્પેસએક્સની યોજના મંગળ પર માનવ વસ્તી વસાવવા અને લગભગ 10 લાખ લોકોને મંગળ ગ્રહ પર વસવાટની યોજના ધરાવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે