Home> World
Advertisement
Prev
Next

Selfie વેચીને 22 વર્ષની ઉંમરમાં બની ગયો કરોડપતિ, આ રીતે કરે છે કમાણી

દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. લોકો અમીર બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તો બીજી તરફ ઘણા લોકો ભાગ્યના ભરોસે બેસી રહે છે. આજે અમે તમને એક એવા છોકરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 22 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો હતો.

Selfie વેચીને 22 વર્ષની ઉંમરમાં બની ગયો કરોડપતિ, આ રીતે કરે છે કમાણી

નવી દિલ્હીઃ દરેક વ્યક્તિ અમીર બનવા માંગે છે. લોકો અમીર બનવા માટે દિવસ-રાત મહેનત કરે છે. તો બીજી તરફ ઘણા લોકો ભાગ્યના ભરોસે બેસી રહે છે. આજે અમે તમને એક એવા છોકરા વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે 22 વર્ષની ઉંમરમાં કરોડપતિ બની ગયો હતો. આ છોકરાએ સેલ્ફી વેચીને લગભગ 7 કરોડની કમાણી કરી છે. 

fallbacks

ગોજાલી એવરીડે નામથી બનાવ્યો વિડીયો પ્રોજેક્ટ
અંગ્રેજી અખબાર ઈન્ડિપેન્ડન્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, 22 વર્ષના છોકરાનું નામ સુલતાન ગુસ્તાફ અલ ગોઝાલી (Sultan Gustaf Al Ghozali) છે, જે ઈન્ડોનેશિયામાં રહે છે. ગુસ્તાફ હાલમાં કોમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરે છે. ગુસ્તાફે 'ગોઝાલી એવરીડે' નામનો વીડિયો પ્રોજેક્ટ બનાવ્યો છે, તેણે આ વીડિયો લોકોને મજા આવશે તે વિચારીને બનાવ્યો છે. જો કે, એનએફટી (NFT: Non-Fungible Token) એ આ પ્રોજેક્ટ અને ગોજાલીના ચિત્રો ખરીદ્યા. NFT ડિજિટલ એ ડિજિટલ વસ્તુ છે અને તે બ્લોકચેન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ખરીદી અને વેચવામાં આવે છે.
fallbacks

18 વર્ષની ઉંમર સુધી 1000 સેલ્ફી કરી એકઠી
જોકે, આ છોકરાએ 18 વર્ષની ઉંમર સુધી 1000 સેલ્ફી લીધી હતી. આ તસવીરોને  NFT કલેક્ટરે ખરીદી હતી. ગોઝાલીએ NFT ઓક્શન સાઇટ ઓપનસી પર ક્રિપ્ટોકરન્સી માટે તેની સેલ્ફી વેચી હતી. તે કહે છે કે મેં ક્યારેય વિચાર્યું ન હતું કે કોઈ તેની સેલ્ફી ખરીદશે. તેણે કહ્યું કે આ સેલ્ફીની કિંમત $3 રાખવામાં આવી છે.

પરિવારજનોને નથી જાણકારી
ગુસ્તાફના ગોઝાલી એવરીડે પ્રોજેક્ટની તસવીરો એક વ્યક્તિએ ખરીદી હતી અને તેને સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી હતી, ત્યારબાદ 400થી વધુ લોકોએ આ ફોટોઝ ખરીદ્યા હતા. આ સાથે ગુસ્તાકે કરોડો રૂપિયાની કમાણી કરી હતી. જો કે તેના પરિવારજનોને આ અંગે કોઈ માહિતી નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More