Home> World
Advertisement
Prev
Next

સગીર વિદ્યાર્થીને ટીચર પ્લેનના ટોઈલેટમાં લઈ ગઈ, સંબંધ બાંધ્યો, દારૂ પીધો અને...

ઈગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં એક 29 વર્ષની મહિલા ટીચર પર 16 વર્ષના તેના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપ લાગ્યા છે.

સગીર વિદ્યાર્થીને ટીચર પ્લેનના ટોઈલેટમાં લઈ ગઈ, સંબંધ બાંધ્યો, દારૂ પીધો અને...

નવી દિલ્હી: ઈગ્લેન્ડના બ્રિસ્ટલ શહેરમાં એક 29 વર્ષની મહિલા ટીચર પર 16 વર્ષના તેના વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપ લાગ્યા છે. બ્રિસ્ટલ ક્રાઉન કોર્ટમાં સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે 29 વર્ષની એલેનોર વિલસને જ્યારે તેઓ એક શાળાની ટ્રિપ પરથી પાછા ફરી રહ્યાં હતાં ત્યારે વિમાનના ટોઈલેટમાં સગીર સાથે સેક્સ કર્યું. ત્યારબાદ વિલસને સગીરને કહ્યું કે 'તે પ્રેગ્નેન્ટ છે, જો કે તે એબોર્શન કરાવી લેશે.'

fallbacks

મળતી માહિતી મુજબ મહિલા ટીચર અને વિદ્યાર્થીએ સ્કૂલ ટ્રીપ દરમિયાન સારો એવો સમય સાથે પસાર કર્યો હતો. ત્યારબાદ ટ્રિપ પરથી પાછા ફરતી વખતે બંનેએ દારૂ પણ પીધો. ઈનસ્ટ્રક્ટરના જણાવ્યાં મુજબ 'ફ્લાઈટમાં વિલસને વિદ્યાર્થીને ઈશારો કરીને બોલાવ્યો, ત્યારબાદ બંનેએ પ્લેનના ટોઈલેટમાં શારીરિક સંબંધ બનાવ્યાં. ત્યારબાદ પાછા ફરીને પોતાની સીટ પર જઈને બેસી ગયા અને આ વાત તે બંને વચ્ચે જ રહી.'

ઘરે પાછા ફર્યા બાદ બંનેનો સંબંધ તો એવો જ રહ્યો. બંને હંમેશા સાથે બહાર ફરવા લાગ્યા હતાં. બંનેના સંબંધોની વાતો શાળામાં પણ થવા લાગી હતી. શાળાના હેડે વિલસનને આ સંબંધ અંગે પૂછ્યું પણ હતું. જો કે મહિલા ટીચરે તે સમયે સ્પષ્ટપણે ઈન્કાર કરી દીધો. થોડા સમય બાદ મહિલા ટીચરે શાળામાંથી રાજીનામું આપી દીધુ. હાલ આ મામલો કોર્ટમાં છે અને સુનાવણી ચાલુ છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More