Home> World
Advertisement
Prev
Next

અમેરિકા: શૂટ આઉટ એટ ધ New Jersey, એક પોલીસ અધિકારી સહિત 6ના મોત

અમેરિકા (America)ના ન્યૂ જર્સી (New Jersey)માં મંગળવારે સ્ટોર બહાર થયેલી ગોળીબારીમાં 1 પોલીસ ઓફિસર સહિત 6 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી અનુસાર ન્યૂ જર્સીમાં લગભગ દોઢ કલાક ચાલેલા ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનું મોત નિપજ્યું છે આ ઉપરાંત 5 અન્ય નાગરિકોના પણ મોત નિપજ્યા છે. ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. 

અમેરિકા: શૂટ આઉટ એટ ધ New Jersey, એક પોલીસ અધિકારી સહિત 6ના મોત

ન્યૂ જર્સી: અમેરિકા (America)ના ન્યૂ જર્સી (New Jersey)માં મંગળવારે સ્ટોર બહાર થયેલી ગોળીબારીમાં 1 પોલીસ ઓફિસર સહિત 6 લોકોના મોતના સમાચાર છે. મળતી માહિતી અનુસાર ન્યૂ જર્સીમાં લગભગ દોઢ કલાક ચાલેલા ફાયરિંગમાં એક પોલીસ અધિકારીનું મોત નિપજ્યું છે આ ઉપરાંત 5 અન્ય નાગરિકોના પણ મોત નિપજ્યા છે. ફાયરિંગમાં 2 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે. 

fallbacks

ન્યૂ જર્સીના મુખ્ય પોલીસ અધિકારી માઇકલ કેલીએ જાણકારી આપતાં કહ્યું કે પોલીસને જાણકારી મળી હતી કે કેટલાક લોકો હથિયાર સાથે એક દુકાનમાં ઘૂસી ગયા છે. ત્યારબાદ ઘટનાસ્થળે પોલીસની ટીમ પહોંચી તો તોફાનીતત્વોએ દુકાનની અંદરથી પોલીસ પર ફાયરિંગ કર્યું હતું. ગોળીબારીમાં એક પોલીસ ઓફિસર સહિત 6 લોકોના મોત નિપજ્યા છે. 

શહેરના પબ્લિક સેફ્ટી ડાયરેક્ટર જેમ્સ શીએ કહ્યું કે અધિકારીઓનું માનવું છે કે આ આતંકવાદી ઘટના નથી. પરંતુ તેમછતાં તેની તપાસ કરવામાં આવી રહી છે. 

બીજી તરફ ગોળીબારીની ઘટના બાદ આસપાસની સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. શૂટ આઉટ  વખતે પોલીસે હડસન નદીની પાસેના મુખ્ય માર્ગો બંધ કરી દીધા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પોતે તેના નજર રાખી રહ્યા છે. 

(ઇનપુટ- REUTERS)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More