Nigeria Gas Tanker Blast: નાઈજીરીયા દેશમાં એક મોટી આગનો બનાવ બન્યો છે. જેમાં ગેસોલીનથી ભરેલા ટેન્કરમાં અચાનક વિસ્ફોટ થતાં જોરદાર આગ લાગી હતી, જેમાં 70 લોકોના કરૂણ મોત થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના ચીફ હુસૈની ઈસાએ આગની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે આ અકસ્માત ઈંધણ ટ્રાન્સફર દરમિયાન થયો હતો.
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
નોર્થ-સેન્ટરમાં શનિવારે સવારે નાઈજર રાજ્યના સુલેજા વિસ્તાર પાસે એક ટેન્કરમાં લાગેલી આગને જોઈને લોકોમાં ડરનો માહોલ બન્યો છે. કેટલાક લોકો જનરેટરનો ઉપયોગ કરીને એક ટેન્કરમાંથી બીજા ટેન્કરમાં ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરમાં વિસ્ફોટ થયો અને આગ લાગી. જેના કારણે ગેસોલીન ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહેલા લોકો જીવતા સળગી ગયા હતા. આગ નજીક ઉભેલા લોકોને પણ લપેટમાં લીધી હતી. જોત જોતામાં આ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
રાજ્યપાલે આપ્યા અકસ્માતની તપાસના આદેશ
નાઈજરના ગવર્નર મોહમ્મદ બાગોએ આ અકસ્માત અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે નાઈજર સ્ટેટના ડિક્કો વિસ્તારમાં ગેસોલિન ટેન્કરમાંથી ઈંધણની ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો ત્યારે અચાનક વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હતી. આ અકસ્માતમાં લગભગ 70 લોકોના મોત થયા છે. પોલીસ અને ફાયર બ્રિગેડે આવીને પરિસ્થિતિને કાબુમાં લીધી હતી. પોલીસે સ્થળ પર જ ફાટી નીકળેલી અરાજકતાને કાબૂમાં લીધી હતી. ફાયર બ્રિગેડે આગ ઓલવવામાં સફળતા મેળવી હતી.
આવી ગયા આકાશમાં વાદળો! પવનની દિશા બદલાતા આ વિસ્તારોમાં વાતાવરણ પલટાયું! અહીં વરસાદ
આગ બુઝાવ્યા બાદ પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘાયલોને પણ નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ વિભાગ અને વહીવટીતંત્રના અધિકારીઓ અને સરકારી અધિકારીઓ અકસ્માત સ્થળે પહોંચી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. તેમણે બચાવ કામગીરીને સફળ બનાવનારાઓની પ્રશંસા કરી હતી અને પોલીસને અકસ્માત માટે જવાબદારો સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
એકલા રહેવાથી દુનિયાના લાખો લોકો પર મોટો ખતરો, મડરાઈ રહ્યો છે સાઈલેંટ બીમારીનો ભય
તમને જણાવી દઈએ કે નાઈજીરિયામાં પેટ્રોલ ટેન્કરમાં વિસ્ફોટ સામાન્ય બાબત છે. અવાર-નવાર ટેન્કર બ્લાસ્ટના અકસ્માત સર્જાય છે. સપ્ટેમ્બર 2024માં પણ હાઇવે પર પેટ્રોલ ભરેલા ટેન્કરમાં વિસ્ફોટ થતાં 48 લોકોના મોત થયા હતા. નાઈજીરિયાના રાષ્ટ્રપતિ બોલા તિનુબુએ પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે