Home> World
Advertisement
Prev
Next

બાંગ્લાદેશ: ઢાકાની એક બિલ્ડિંગમાં ભીષણ આગ, અત્યાર સુધી 70 લોકોના મોત

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે. શહેરની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના ફાયર વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી. 

બાંગ્લાદેશ: ઢાકાની એક બિલ્ડિંગમાં ભીષણ આગ, અત્યાર સુધી 70 લોકોના મોત

ઢાકા: બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવતા હાહાકાર મચ્યો છે. શહેરની એક બિલ્ડિંગમાં ભીષણ આગ લાગવાથી અત્યાર સુધીમાં 70 લોકોના મોત થયા છે. બાંગ્લાદેશના ફાયર વિભાગના અધિકારીઓએ આ જાણકારી આપી. 

fallbacks

સમાચાર એજન્સી સિન્હુઆએ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્સના એક અધિકારી મહેફૂઝ રિવાનના હવાલે કહ્યું કે અમે લોકોએ મૃતદેહો મેળવી લીધા છે. જ્યારે સમાચાર એજન્સી રોયટર્સના જણાવ્યાં મુજબ ફાયર સર્વિસ અને સિવિલ ડિફેન્શના ડાઈરેક્ટર ઝુલ્ફિકાર રહેમાને આ ઘટના અંગે જાણકારી આપી છે. તેમના જણાવ્યાં મુજબ આ ઘટનામાં અત્યાર સુધી 70 લોકોના મોત થયા છે. તમામ મૃતકોના મૃતદેહો મળી આવ્યાં છે. તેમનું કહેવું છે કે મૃતકોની સંખ્યા હજુ વધી શકે છે. 

કહેવાય છેકે આગની આ ઘટના બુધવારે રાતે જૂના ઢાકાના ચાક બજાર વિસ્તારની એક ચાર માળની ઈમારતમા શરૂ થઈ. ત્યારબાદ આગે આસપાસની ઈમારતોને પણ ચપેટમાં લેવા માડી. આ વિસ્તાર 300 વર્ષથી પણ વધુ મુગલકાળના જમાનાથી વસેલો છે. 

રહેમાનના જણાવ્યાં મુજબ ઘટના બાદ લગભગ 50 ઘાયલોને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યાં છે. જેમાથી કેટલાકની હાલત ગંભીર છે. ઘટના બાદ ઢાકા મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સેંકડોની સંખ્યામાં લોકો પોતાના સંબંધીઓની ભાળ માટે પહોંચ્યાં. કહેવાય છેકે ઘટના બાદ તરત જ ફાયર વિભાગે મોરચો સંભાળ્યો. લગભગ 200 ફાયરકર્મીઓએ પાંચ કલાકની જદ્દોજહેમતથી આગ પર કાબુ મેળવ્યો. તેમના જણાવ્યાં મુજબ ઈમારતમાં રાખેલા જ્વલનશીલ પદાર્થો અને પ્લાસ્ટિક તથા અન્ય સામાનના કારણે આગ ઝડપથી ફેલાઈ. 

વિદેશના વધુ સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More