Home> World
Advertisement
Prev
Next

અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નોંધાશે એક અનોખી સિદ્ધિ; આ અભિયાનથી બચશે 18000 લોકોનો જીવ

ન્યૂજર્સી રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે. 

અમેરિકામાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે નોંધાશે એક અનોખી સિદ્ધિ; આ અભિયાનથી બચશે 18000 લોકોનો જીવ

ઝી બ્યુરો/અમેરિકા: BAPS ચેરિટીઝ (BAPS Charities) દ્વારા સ્થાનિક હોસ્પિટલો અને સંસ્થાઓના સહયોગથી, ન્યૂજર્સીના રોબિન્સવિલમાં BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે રક્તદાન અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ અભૂતપૂર્વ રકતદાન યજ્ઞ દસ સપ્તાહ સુધી ચાલશે, અને ન્યૂજર્સી રાજ્યમાં અત્યાર સુધી યોજાયેલા વિરાટ રકતદાન અભિયાનોમાંનું એક બની રહેશે. 6,000 પિન્ટ્સ એટલે કે આશરે 2840 લિટર જેટલું રક્ત એકત્ર કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંક સાથે આ અભિયાનમાં 18,000 જેટલા લોકોના જીવનને બચાવવાની ક્ષમતા છે. 

fallbacks

ઓગસ્ટમાં અંબાલાલની ભૂક્કા બોલાવી દે તેવી આગાહી, આ વિસ્તારોમા થશે 10 ઈંચ સુધીનો વરસાદ

ઉલ્લેખનીય છે કે, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમેરિકા- ન્યૂજર્સીના રોબિન્સવિલમાં ભવ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ કરાયું છે. રોબિન્સવિલમાં નિર્માણ કરાયેલા આ મંદિરની વિશેષતા એ છે કે તેને વરસાદ, તડકો અને બરફવર્ષાથી સુરક્ષિત રાખવા વિશાળ ભવનમાં મંદિર બનાવાયું છે.

વધુ એક યુવકનું ગુજરાતમાં હાર્ટ એટેકથી મોત; નવા મકાનનો દસ્તાવેજ કર્યાં બાદ કચેરીમાં..

 પૂ.પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણા અને આશીર્વાદથી બી.એ.પી.એસ.સ્વામિનારાયણ સંસ્થા દ્વારા અમેરિકાના ન્યૂજર્સી રાજ્યના રોબિન્સવિલ નગર ખાતે આરસ પથ્થરમાંથી નિર્મિત પ્રાચીન ભારતીય શૈલીનું પરંપરાગત કલામંડિત શિખરબદ્ધ મંદિર વિશાળ સ્વામિનારાયણ અક્ષરધામના એક ભાગરૂપે રચવામાં આવ્યું છે. અમેરિકામાં ભારતીય સંસ્કૃતિનાં પવિત્ર મૂલ્યો અને મહિમાને ઉજાગર કરતું આ અક્ષરધામ પરિસર ભારતની એક વિશિષ્ઠ ઓળખ બની રહેશે. 

માઈભક્તો માટે ભાદરવી પૂનમના મેળાની તૈયારીઓ શરૂ, આ વર્ષે ભક્તોને મળશે ખાસ સુવિધા

આ મંદિરમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ, અક્ષરબ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામી, શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી નિલકંઠવર્ણી, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી સીતા-રામ પરિવાર, શ્રી શિવ-પાર્વતી પરિવાર તથા ગુરુ પરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા પૂ.પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે શાસ્ત્રોક્ત વૈદિક વિધિથી સંપન્ન થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More