Home> World
Advertisement
Prev
Next

Viral Photo : હોસ્પિટલમાં એકસાથે ગર્ભવતી થઈ હતી 9 નર્સ, હવે આપ્યો બાળકોને જન્મ

આ તમામ નર્સ હોસ્પિટલના લેબર વિભાગમાં જ કામ કરે છે અને આ તમામની ડિલીવરી એપ્રિલથી જુલાઈ મહિનાની વચ્ચે થઈ છે, ડિલીવરીથી પહેલાં જ આ હોસ્પિટલે પોતાના ફેસબૂક પેજ પર ગુડ ન્યૂઝ શેર કરીને તમામ નર્સનો બેબી બમ્પનો ફોટો શેર કર્યો હતો અને તેમની ડિલીવરી તારીખ પણ બતાવી હતી 

Viral Photo : હોસ્પિટલમાં એકસાથે ગર્ભવતી થઈ હતી 9 નર્સ, હવે આપ્યો બાળકોને જન્મ

પોર્ટલેન્ડ, માઈનઃ અમેરિકાના પોર્ટલેન્ડના મેઈન શહેરમાં આવેલા માઈન મેડિકલ સેન્ટર(Maine Medical Center)ની એકસાથે ગર્ભવતી બનેલી નર્સોએ બાળકોને જન્મ આપી દીધો છે. થોડા મહિના પહેલા આ તમામ નર્સોનો એકસાથે ગર્ભવતી થવાનો ફોટો વાયરલ થયો હતા. એ સમયે સોશિયલ મીડિયા પર તેમણે તેમના બાળકોની ડિલીવરીનો સંભવિત સમય સાથેનો એક પોઝ પણ પોસ્ટ કર્યો હતો. હવે, તેમણે આપેલા જન્મ આપેલા 9 બાળકોનો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 

fallbacks

આ તમાન 9 નર્સ હોસ્પિટલના લેબર વિભાગમાં જ કામ કરે છે, જ્યાં ગર્ભવતી મહિલાઓ બાળકોને જન્મ આપવા માટે આવતી હોય છે. આ મતામ નર્સોએ એપ્રિલથી જુલાઈ મહિનાની વચ્ચે બાળકોને જન્મ આપ્યો છે. 

fallbacks

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

It was so much fun photographing this group of 9 labor and delivery nurses from Maine! These ladies all work together and delivered their babies between April and July. I hope someday these babies know just how special the work their mama's do is. My kids are 11 and 9 now but I am still so thankful for the L&D nurses that were by my side when I delivered them ❤ It was a pleasure to photograph this group and see the special connection they have. The babies ranged in age from 3 weeks to 3.5 months! #carlymurrayphotography #maine #mainenewbornphotography #mainenewbornphotographer #laboranddelivery #birth #9 #maine #mainenurses #mainebabies #mainenewborn #portlandmaine #southernmaine #L&D #hospital

A post shared by Carly Murray Photography (@carlymurrayphotography) on

ડિલીવરીથી પહેલાં જ આ હોસ્પિટલે પોતાના ફેસબૂક પેજ પર ગુડ ન્યૂઝ શેર કરીને તમામ નર્સનો બેબી બમ્પનો ફોટો શેર કર્યો હતો અને તેમની ડિલીવરી તારીખ પણ બતાવી હતી. ફોટો સાથે કેપ્શનમાં લખ્યું હતું કે, "હાવ ધીસ ફોર એ બેબી બૂમ? નવમાંથી 8 નર્સ જે આ ફોટોમાં દેખાઈ રહી છે તે એપ્રિલથી જુલાઈ મહિનામાં બાળકને જન્મ આપવાની છે. અભિનંદન."

fallbacks

હવે કાર્લ મુરે ફોટોગ્રાફી દ્વારા આ 9 નર્સોએ જન્મ આપેલા 9 બાળકોનો અને નર્સોનો તેમના બાળકો સાથેનો ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જે આજકાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. તમે ફોટામાં જોઈ શકો છો કે બાળકને જન્મ આપવાની ખુશી તમામ નર્સના ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. આમાંથી કોઈ નર્સ પ્રથમ વખત તો કોઈ બીજી કે ત્રીજી વખત માતા બની છે. આ નર્સોના બેડ પણ હોસ્પિટલમાં સાથે જ રાખવામાં આવ્યા હતા. 

જુઓ LIVE TV....

દુનિયાના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More