Home> World
Advertisement
Prev
Next

સાઉદી અરબઃ Tweet કરવાને કારણે એક મહિલાને ફટકારવામાં આવી 34 વર્ષની જેલની સજા

સાઉદી અરબની એક મહિલા માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર કેટલાક લોકોના ટ્વીટ રીટ્વીટ કરતી હતી, ત્યારબાદ કોર્ટે પહેલા તેને 6 વર્ષની સજા ફટકારી હતી. બાદમાં આ સજા વધારી 34 વર્ષની કરી દેવામાં આવી છે. સજા પૂરી થયા બાદ તેના પર 34 વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ પણ લાગૂ રહેશે. 

સાઉદી અરબઃ Tweet કરવાને કારણે એક મહિલાને ફટકારવામાં આવી 34 વર્ષની જેલની સજા

અબુધાબીઃ સાઉદી અરબની સલમા અલ-શેહબાબ (salma al shebab) ને 34 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સજા પૂરી થયા બાદ સલમાએ 34 વર્ષના ટ્રાવેલ પ્રતિબંધનો પણ સામનો કરવો પડશે. 

fallbacks

સલમા અલ-શેહબાબે પોતાના ટ્વિટર એકાઉન્ટથી સાઉદી મહિલાઓના અધિકારોને લઈને ઘણા ટ્વીટ-રીટ્વીટ કર્યાં હતા. સલમાએ જેલમાં બંધ એક્ટિવિસ્ટ Loujain al-Hathloul સહિત અન્ય મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી. 

ડેલી મેલ પ્રમાણે સાઉદી સરકારે તેના પર આરોપ લગાવ્યો કે તે ટ્વિટરના માધ્યમથી સલમા લોકો વચ્ચે અશાંતિ પેદા કરવા ઈચ્છે છે, તેના ટ્વીટથી રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ઉભો થયો હતો. સાઉદી ટેરરરિઝમ કોર્ટે તેને 34 વર્ષની સજા ફટકારી છે. 

સલમાને બે બાળકો છે. તેમાંથી એકની ઉંમર 4 વર્ષ અને બીજાની છ વર્ષ છે. પહેલા તેને છ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. પરંતુ સોમવારે તેની સજા સાઉદી ટેરરિઝમ કોર્ટે વધારીને 34 વર્ષની કરી દીધી છે. એકવાર સલમાની આ સજા પૂરી થઈ જશે, ત્યારબાદ 34 વર્ષનો ટ્રાવેલ પ્રતિબંધ લાગૂ કરવામાં આવશે. 

કોર્ટે જ્યારે સલમાને સજા સંભળાવી તો તેના ટ્વીટ અને સોશિયલ મીડિયા એક્ટિવિટી વિશે પણ વાત કરવામાં આવી. સલમાએ જેલમાં બંધ મહિલા કાર્યકર્તાઓને છોડવાની માંગ કરી હતી, જેમાં Loujain al-Hathloul મુખ્ય છે. 

આ પણ વાંચોઃ China Military Power: યુદ્ધની તૈયારીમાં ચીન! સૈનિકોની ભરતીના નિયમોમાં કર્યો મોટો ફેરફાર  

ક્યા ટ્વીટ પર થયો વિવાદ
સલમાએ એક્ટિવિસ્ટ Loujain al-Hathloul ની બહેન લિનાના ટ્વીટને રી-ટ્વીટ કર્યું હતું. આ ટ્વીટમાં લિનાએ પોતાની બહેન Loujain al-Hathloul ને છોડવાની માંગ કરી હતી. તો સલમાએ સાઉદીથી અસહમતિ રાખનાર તે કાર્યકર્તાઓના ટ્વીટને પણ રી-ટ્વીટ કર્યાં જે રેફ્યૂજીની જિંદગી પસાર કરી રહ્યાં છે. 

જાન્યુઆરી 2021માં થઈ હતી ધરપકડ
સલમાની ધરપકડ જાન્યુઆરી 2021માં સાઉદી અરબમાં થઈ હતી, ત્યારે તે રજાઓ માણવા પહોંચી હતી. તે બ્રિટનમાં રહેતી હતી અને યુનિવર્સિટી ઓફ લીડ્સથી પીએચડી કરી રહી હતી. સલમા શિયા મુસ્લિમ છે. 

આ મામલામાં ડો. બેથને અલ હૈદરીનું નિવેદન પણ સામે આવ્યું છે. તે અમેરિકામાં હ્યુમન રાઇટ્સ ઓર્ગેનાઇઝેશનમાં સાઉદી કેસ મેનેજર છે. ડો. અલ હૈદરીએ કહ્યું કે સાઉદી દુનિયાની સામે દેખાડો કરે છે કે ત્યાં મહિલાઓના હિત માટે કામ થઈ રહ્યું છે, મહિલાઓની સ્થિતિ સુધરી રહી છે. કાયદામાં સુધાર થઈ રહ્યો છે, પરંતુ જે રીતે સલમાને સજા ફટકારવામાં આવી છે, તેનાથી સ્પષ્ટ છે કે ત્યાં દિવસેને દિવસે સ્થિતિ ખરાબ થઈ રહી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More