Home> World
Advertisement
Prev
Next

ગર્લફ્રેન્ડની સામે જ બીજી છોકરીને ઘૂરવાનું જોખમ લઈ લીધુ આ યુવકે, પછી જે હાલત થઈ...જુઓ VIDEO 

અમેરિકાના મિયામીથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં એક કપલના ઝગડાના કારણે બબાલ મચી ગઈ. જોત જોતામાં તો સ્થિતિ એવી વણસી કે ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડના માથામાં લેપટોપ મારી દીધુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તે જોઈ લીધો છે. 

ગર્લફ્રેન્ડની સામે જ બીજી છોકરીને ઘૂરવાનું જોખમ લઈ લીધુ આ યુવકે, પછી જે હાલત થઈ...જુઓ VIDEO 

નવી દિલ્હી: અમેરિકાના મિયામીથી લોસ એન્જલસ જઈ રહેલી ફ્લાઈટમાં એક કપલના ઝગડાના કારણે બબાલ મચી ગઈ. જોત જોતામાં તો સ્થિતિ એવી વણસી કે ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડના માથામાં લેપટોપ મારી દીધુ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. લાખો લોકોએ તે જોઈ લીધો છે. 

fallbacks

ધ સનના રિપોર્ટ મુજબ છોકરો ગર્લફ્રેન્ડની સામે જ કોઈ બીજી છોકરી સામે જોઈ રહ્યો હતો. આ વાતને લઈને બંને વચ્ચે ઝગડો શરૂ થયો. ફ્લાઈટ મુસાફરોથી ખીચોખીચ ભરેલી હતી. આવામાં બીજા મુસાફરોને પરેશાનીમાંથી  બચાવવા માટે એર હોસ્ટેસ વચ્ચે પડી પરંતુ છોકરી એટલી ગુસ્સામાં હતી કે તે સતત તેના બોયફ્રેન્ડને ફટકાર લગાવી રહી હતી. 

આ દરમિયાન અચાનક છોકરો કઈંક બોલ્યો અને છોકરીનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. ત્યારબાદ તે વધુ હિંસક બની ગઈ અને તેને મારવા લાગી. તેના હાથમાં જે કઈ હતું તેનાથી તેણે છોકરાને મારવાનું શરૂ કરી દીધુ. માહોલ બગડતા જોઈને છોકરાએ  ત્યાંથી ભાગવાની કોશિશ કરી તો છોકરી લેપટોપ લઈને તેની પાછળ દોડી અને માથામાં માર્યું. સદનસીબે જો કે છોકરાને બહુ ઈજા થઈ નથી. 

વિશ્વના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More