Home> World
Advertisement
Prev
Next

Afghanistan અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર

અફઘાનિસ્તાનમાં એક દુ:ખદ ઘટનામાં લગભગ 80 જેટલા શાળાએ જતી બાળકીઓને કથિત રીતે ઝેર આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તર ક્ષેત્રમાં સ્થિત સર એ પુલ પ્રાંતમાં વીકેન્ડમાં આ ઘટનાઓ ઘટી. શિક્ષણના પ્રાંતીય વિભાગના નિદેશક મોહમ્મદ રહેમાનીએ ખુલાસો કર્યો કે સંગચારક જિલ્લામાં ધોરણ 1થી 6 સુધીની બાળકીઓને ઝેર આપવામાં આવ્યું હતું.

Afghanistan અત્ચંત ચોંકાવનારી ઘટના, લગભગ 80 વિદ્યાર્થીનીઓને અપાયું ઝેર

અફઘાનિસ્તાનમાં એક દુ:ખદ ઘટનામાં લગભગ 80 જેટલા શાળાએ જતી બાળકીઓને કથિત રીતે ઝેર આપવામાં આવ્યું છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ઉત્તર ક્ષેત્રમાં સ્થિત સર એ પુલ પ્રાંતમાં વીકેન્ડમાં આ ઘટનાઓ ઘટી. શિક્ષણના પ્રાંતીય વિભાગના નિદેશક મોહમ્મદ રહેમાનીએ ખુલાસો કર્યો કે સંગચારક જિલ્લામાં ધોરણ 1થી 6 સુધીની બાળકીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ખાસ કરીને નસવાન એ કબોદ આબ શાળાની 60 વિદ્યાર્થીનીઓ અને નસવાન એ ફૈઝૈબાદ શાળાના 17 વિદ્યાર્થીનીઓ ઝેર હુમલાથી પ્રભાવિત થયા. 

fallbacks

હમાનીએ કહ્યું કે બંને પ્રાથમિક શાાઓ એક બીજાની નજીક છે અને એક પછી એક તેને નિશાન બનાવવામાં આવી. તેમણે કહ્યું કે અમે વિદ્યાર્થીનીઓને હોસ્પિટલમાં દાખલ કરાવી છે ને હવે તે બધા ઠીક છે. હાલ તપાસ ચાલુ છે. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું છે કે એક વ્યક્તિએ નારાજગી વ્યક્ત કરતા કથિત રીતે હુમલાને અંજામ આપવા માટે ત્રીજા પક્ષને ચૂકવણી કરી. જો કે ફોક્સ ન્યૂઝ મુજબ રહમાનીએ ઝેરની પ્રકૃતિ કે છોકરીઓને થયેલી વિશેષ ઈજાઓ અંગે વધુ જાણકારી આપી નહીં.

ઓગસ્ટ 2021માં સત્તા આંચક્યા બાદ તાલિબાને મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને સ્વતંત્રતા પર પોતાની પકડ મજબૂત બનાવી છે. તાલિબાન શાસન હેઠળ છોકરીઓને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચવા સહિત છઠ્ઠા ધોરણથી આગળ શિક્ષણ મેળવવાની મનાઈ છે. તેનાથી ઉપરાંત મહિલાઓને રોજગારની તકો અને જાહેર સ્થળો પર પ્રતિબંધોનો સામનો કરવો પડે છે. 

આ છે વિશ્વનો સૌથી લાંબો હાઇવે, 30,000 KM લાંબી મુસાફરી કરવામાં મહિનાઓ વીતી જશે!

પાકિસ્તાનના રક્ષામંત્રી PM મોદીને ટાંકીને ઈમરાન ખાન વિશે આપ્યું એવું નિવેદન...

સેક્સને મળ્યું રમતનું સ્વરૂપ, આ દેશમાં થશે ચેમ્પિયનશીપ, જાણો 16 અજીબોગરીબ નિયમ

ઈરાનમાં પણ ઘટી હતી ઘટના
અફઘાનિસ્તાનના પાડોશી દેશ ઈરાનમાં પણ આ પ્રકારની ઘટના ઘટી હતી. ગત વર્ષ નવેમ્બરમાં અહીં અનેક છોકરીઓને શાળામાં ઝેર આપવાની ઘટના સામે આવી હતી. આ ઘટનાઓમાં ઝેરેલી ધૂમાડાના કારણે હજારો વિદ્યાર્થીનીઓ બીમાર પડી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More