Home> World
Advertisement
Prev
Next

કાબુલમાં અમેરિકાની એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યુ- એરપોર્ટ તરફ વધી રહ્યો હતો ખતરો, ISIS ના આતંકી પર સટીક નિશાન

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા બિલ અર્બને કહ્યુ- અમેરિકી સેનાએ આત્મરક્ષામાં કાબુલમાં એક ગાડી પર એર સ્ટ્રાઇક કરી છે, જેમાં  ISIS-K નો એક મોટો આતંકવાદી માર્યો ગયો છે.
 

કાબુલમાં અમેરિકાની એરસ્ટ્રાઇક, સેનાએ કહ્યુ- એરપોર્ટ તરફ વધી રહ્યો હતો ખતરો, ISIS ના આતંકી પર સટીક નિશાન

કાબુલઃ કાબુલ પર રવિવારે રોકેટ હુમલાના ધુમાડા સાથે તે સ્પષ્ટ થઈ ગયું છે કે આ આતંકી હુમલો નથી, પરંતુ અમેરિકાએ આતંકીઓ પર એરસ્ટ્રાઇક કરી છે. અમેરિકી સેનાએ તેની પુષ્ટિ કરતા કહ્યું કે, તેણે ઇસ્લામિક સ્ટેટના આતંકવાદીઓને નિશાન બનાવ્યા અને તે સટીક રહ્યું. જાણવા મળ્યું છે કે આ આત્મઘાતી હુમલાખોર ગાડીમાં હાજર હતો અને રોકેટ હુમલા બાદ આ વિસ્ફોટકોને કારણે ધમાકો થયો છે. 

fallbacks

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના પ્રવક્તા બિલ અર્બને કહ્યુ- અમેરિકી સેનાએ આત્મરક્ષામાં કાબુલમાં એક ગાડી પર એર સ્ટ્રાઇક કરી છે, જેમાં  ISIS-K નો એક મોટો આતંકવાદી માર્યો ગયો છે, જે હામિદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે ખતરો હતો. અમને વિશ્વાસ છે કે અમે સફળતાપૂર્વક ટાર્ગેટ હિટ કર્યો છે. 

પ્રવક્તાએ આગળ કહ્યુ- એક મોટો બીજો ધમાકો જણાવે છે કે ગાડીમાં મોટી માત્રામાં વિસ્ફોટક ભરેલો હતો. અમે લોકોના મોતનું આકલન કરી રહ્યા છીએ, પરંતુ હજુ આવો કોઈ સંકેત મળ્યો નથી. આ પહેલા આવેલા સમાચારોમાં કહેવામાં આવ્યું હતું કે એક બાળક સહિત બે લોકોના મોત થયા છે, જ્યારે કેટલાક લોકોને ઈજા થઈ છે. સોશિયલ મીડિયા પર આવેલા ફુટેજમાં રહેણાક વિસ્તારમાં કાળા ધુમાડા જોવા મળી રહ્યાં છે. ધમાકો થતાં તે વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ જોવા મળ્યો, અને લોકો ઘરોની બહાર ભાગવા લાગ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More