Home> World
Advertisement
Prev
Next

ભારત-અમેરિકા બાદ હવે પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, આ છે કારણ

પાકિસ્તાનમાં ટિકટોક પર પીરસવામાં આવનાર સામગ્રીને લઇને ફરિયાદો મળી છે ત્યારબાદ ઇમરાન સરકારે ચીની એપને મુલ્કમાં બેન કરી દેવામાં આવી છે. 

ભારત-અમેરિકા બાદ હવે પાકિસ્તાનમાં પણ બેન થયું TikTok, આ છે કારણ

નવી દિલ્હી: ભારત અને અમેરિકા બાદ પાકિસ્તાનમાં પણ ચાઇનીઝ એપ TikTok ને બેન કરવામાં આવી છે. સમાચાર એજન્સી એએનઆઇએ જિયો ન્યૂઝના હવાલેથી જણાવ્યું છે કે પાકિસ્તાનના ટેલીકમ્યુનિકેશ ઓથોરિટી (Pakistan Telecommunication Authority) એ ચીની એપ ટિકટોકને પોતાના દેશમાં બ્લોક કરી કરી દીધી છે. પાકિસ્તાનમાં ટિકટોક પર પીરસવામાં આવનાર સામગ્રીને લઇને ફરિયાદો મળી છે ત્યારબાદ ઇમરાન સરકારે ચીની એપને મુલ્કમાં બેન કરી દેવામાં આવી છે. 

fallbacks

TikTok બેનના કારણે અશ્લીલ વીડિયો
રિપોર્ટ્સ અનુસાર પાકિસ્તાનના ટેલીકોમ્યુનિકેશન ઓથોરિટીએ અનૈતિક, અભદ્ર અને અશ્લીલ સામગ્રી મોટાપાયે ફરિયાદ મળ્યા બાદ ટિકટોકને ચેતાવની આપી હતી. ઓથોરિટીના એક નિવેદનમાં કહ્યું હતું કે આ પ્લેટફોર્મની સામગ્રીનું 'સમાજ અને ખાસકરીને યુવાનો પર ખૂબ જ નકારાત્મક અસર' પડી રહી છે. જોકે હવે પાકિસ્તાન સરકારે ચીનની સાથે પોતાની મિત્રતા ભૂલી મુલ્કના યુવાનો પર પડનાર નકારાત્મક અસરને ધ્યાનમાં રાખી અને એપને બેન કરી દીધી. 

વલ્ગેરિટી રિમૂવ હશે, ફરીથી શરૂ થઇ શકે છે એપ 
જોકે PTA (Pakistan Telecommunication Authority) એ પણ કહ્યું કે જો ટિકટોકથી વલ્ગારિટીવઆળી સામગ્રી રિમૂવ થાય છે તો ઓથોરિટી બેનના નિર્ણય પર ફરીથી વિચાર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહ પાકિસ્તાન સૂચના મંત્રી શિબલી ફરાજ (Shibli Faraz) એ જણાવ્યું કે ટિકટોકને લઇને પ્રધાનમંત્રી ઇમરાન ખાન તમામ દફા ByteDance સાથે વાત કરી ચૂક્યા છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે 'ટિકટોક' ડેટા સિક્યોરિટીની ચિંતા નથી, પરંતુ તે દેશમાં તેજીથી ફેલાઇ રહેલી અશ્લીલતા (Vulgar, Indecent content) ને લઇને ચિંતિત છે. 

ટેક્નોલોજી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More