Home> World
Advertisement
Prev
Next

Ajab Gajab News: ટોઈલેટ પેપરનો એવી જગ્યાએ કર્યો ઉપયોગ..સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો photo

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દેશ વિદેશની અજીબોગરીબ ખબરો જોવા મળે છે. એક ખબર દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. જેણે પણ તેના વિશે સાંભળ્યું તે ચોંકી ગયા. 

Ajab Gajab News: ટોઈલેટ પેપરનો એવી જગ્યાએ કર્યો ઉપયોગ..સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો photo

Ajab Gajab News: સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે, જ્યાં દેશ વિદેશની અજીબોગરીબ ખબરો જોવા મળે છે. એક ખબર દુનિયાભરમાં ચર્ચાઈ રહી છે. જેણે પણ તેના વિશે સાંભળ્યું તે ચોંકી ગયા. આપણે જાણીએ છીએ કે નોકરી મેળવવી કેટલી મુશ્કેલ છે, તેના માટે લોકો આકાશ પાતાળ એક કરે છે. જેને નોકરી મળે છે તે ખુબ મન દઈને કામ કરતા હોય છે. બીજી બાજુ એવા પણ લોકો છે જે પોતાની નોકરીથી વિચિત્ર રીતે રાજીનામું પણ આપી દે છે. 

fallbacks

આવું જ એક રાજીનામું ચારેબાજુ ચર્ચાઈ રહ્યું છે. સોશિયલ મીડિયા પર એક વ્યક્તિનો રાજીનામાનો પત્ર વાયરલ થયો છે. આ વ્યક્તિએ ટોઈલેટ પેપરનો ઉપયોગ કરીને રાજીનામું આપ્યું. ડેઈલી સ્ટારના રિપોર્ટ મુજબ લેવિસ નામના આ કર્મચારીએ ટોઈલેટ પેપર પર રાજીનામું લખીને બોસને સોંપ્યું અને આ રાજીનામાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ પર પોસ્ટ કર્યું. અહીંથી આ રાજીનામું લોકોના મનોરંજનનું સાધન બની ગયું. લોકો પૂછી રહ્યા છે કે એવું તે શું થયું હતું કે વ્યક્તિએ પોતાનું રાજીનામું ટોઈલેટ પેપર પર આપવું પડ્યું. 

Corona નો નવો વેરિએન્ટ ગણાઈ રહ્યો છે અત્યંત જોખમી, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, 'બહુરૂપિયો' 30 વાર બદલી ચૂક્યો છે રૂપ?

રાજીનામામાં બનાવ્યું એક કાર્ટુન
લેવિસે ટોઈલેટ પેપર પર પોતાના રાજીનામા પર લખ્યું, હું 25 તારીખે જતો રહીશ. આ સાથે જ તેણે પેપર પર એક કાર્ટુન પણ બનાવ્યું છે. લેવિસે કાર્ટુનને પોતાના રૂપમાં દર્શાવ્યું છે. હવે જ્યારે લેવિસે પોતાનું રાજીનામું ટોઈલેટ પેપર પર લખ્યું તો શું તમે જાણવા નહીં માંગો કે તેના બોસે શું રિએક્શન આપ્યું?

Georgia: યુવતીએ પોતાના જ પ્રાઈવેટ પાર્ટમાં ગોળી મારી દીધી, પોલીસ પહોંચી તો સામે આવી ચોંકાવનારી વાત

બોસનું આવું હતું રિએક્શન
અત્રે જણાવવાનું કે લેવિસના ટોઈલેટ પેપર લર લખેલું આ રાજીનામું તેના બોસને પણ ગમ્યું. લેવિસે જણાવ્યું કે તેના બોસને તેનું રાજીનામું ગમ્યું, કારણ કે તે ખુબ આરામથી નોકરી કરતો હતો અને તેના કામથી તેના બોસ ઘણા ખુશ પણ હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More