Home> World
Advertisement
Prev
Next

Weird Tradition: અહીં લગ્નમાં આવનારા કુંવારા યુવકોને પડી જાય છે મોજ, દુલ્હનને ચુંબન કરવાનો છે રિવાજ

Weird Tradition In: દુનિયામાં અનેક પ્રકારના રીતિ રિવાજો છે પરંતુ એક દેશ એવો પણ છે જ્યાં દુલ્હેરાજા નહીં પરંતુ દુલ્હેરાજાના મિત્ર દુલ્હનને ચુંબન કરી શકે છે અને દુલ્હનની બહેનપણીઓ દુલ્હેરાજાને કિસ કરી શકે છે. 

Weird Tradition: અહીં લગ્નમાં આવનારા કુંવારા યુવકોને પડી જાય છે મોજ, દુલ્હનને ચુંબન કરવાનો છે રિવાજ

Weird Tradition In Sweden: દરેક દેશના રીતિ રિવાજો અલગ અલગ હોય છે. જે તેમણે ફોલો કરવા પડે છે. આ રીતિ રિવાજ લગ્ન અને અનેક અન્ય ચીજોને લઈને હોય છે. અહીં કેટલીક પરંપરાઓ ખુબ અજીબ હોય છે તો કેટલાક રીતિ રિવાજો અનોખા હોય છે. ભારતમાં લગ્નમાં દુલ્હેરાજાના જૂતા ચોરી કરવાની રસમ હોય છે. એવી જ રીતે એક દેશ છે જ્યાં દુલ્હનને પારકા પુરુષો દ્વારા ચુંબન કરવાનો રિવાજ છે. જાણો આ રિવાજ વિશે. 

fallbacks

સ્વીડનમાં થનારા ક્રિશ્ચન વેડિંગમાં એક ખુબ અજીબ રસ્મ હોય છે. અહીં લગ્ન દરમિયાન દુલ્હેરાજા અને દુલ્હન એક બીજાને કિસ કરતા નથી. પરંતુ અહીં દુલ્હેરાજાના મિત્ર દુલ્હનને કિસ કરે છે. આ પરંપરામાં દુલ્હનની બહેનપણી પણ દુલ્હેરાજાને કિસ કરે છે. આ એક અનોખા પ્રકારની રસ્મ છે જેને નિભાવવામાં આવે છે. 

આ રિવાજમાં દુલ્હેરાજા પોતાની ભાવિ પત્નીને છોડીને જતા રહે છે અને પછી લગ્નમાં આવેલા તમામ યુવાઓ અને અપરણિત લોકો દુલ્હનને કિસ કરે છે. એ જ રીતે ત્યાં હાજર મહિલાઓ પણ દુલ્હેરાજાને કિસ કરે છે. આ પરંપરા ત્યાંના લોકો એટલા માટે નિભાવે છે જેથી કરીને કપલનું જીવન સુખી રહે. તમને સાંભળવામાં ભલે આ પરંપરા થોડી વિચિત્ર લાગે પરંતુ અહીં ખરેખર આવું થતું હોય છે અને બધાએ તેનું પાલન કરવું પડે છે. 

અહીં ન તો દુલ્હેરાજાના પરિવારને એ વાતનો કોઈ વાંધો હોય છે કે ન તો દુલ્હનના પરિવારમાં કોઈને આ અંગે આપત્તિ હોય છે. અહીં પરિણીત પુરુષો અને મહિલાઓ આ રસ્મ નિભાવતા નથી. જેમના લગ્ન ન થયા હોય તેવા લોકો જ દુલ્હા દુલ્હનને કિસ કરે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી મીડિયા રિપોર્ટ્સ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More