Home> World
Advertisement
Prev
Next

OMG! વૈજ્ઞાનિકનો અજીબોગરીબ દાવો, આલ્કોહોલ સૂંઘીને કોરોના દર્દી સાજો થઈ શકશે

કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારની સારવારના જાત જાતના દાવા કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનેક કારગર ઈલાજ પણ શોધી  રહ્યા છે. આલ્કોહોલથી બનેલા સેનેટાઈઝરથી પ્રોટેક્શન મળે છે. પરંતુ કોઈ જો એમ કહે કે આલ્કોહોલ સૂંઘવા માત્રથી કોરોના વાયરસના સંક્રમણથી રક્ષણ મળશે, કે છૂટકારો મળશે તો તમે ચોંકી જશો. અમેરિકામાં આવો જ એક પ્રયોગ હાલ થઈ રહ્યો છે. જેમાં આલ્કોહોલને સૂંઘીને કોવિડ-19થી રાહત મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. 

OMG! વૈજ્ઞાનિકનો અજીબોગરીબ દાવો, આલ્કોહોલ સૂંઘીને કોરોના દર્દી સાજો થઈ શકશે

નવી દિલ્હી: કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે અનેક પ્રકારની સારવારના જાત જાતના દાવા કરવામાં આવ્યા છે. વૈજ્ઞાનિકો અનેક કારગર ઈલાજ પણ શોધી  રહ્યા છે. આલ્કોહોલથી બનેલા સેનેટાઈઝરથી પ્રોટેક્શન મળે છે. પરંતુ કોઈ જો એમ કહે કે આલ્કોહોલ સૂંઘવા માત્રથી કોરોના વાયરસના સંક્રમણથી રક્ષણ મળશે, કે છૂટકારો મળશે તો તમે ચોંકી જશો. અમેરિકામાં આવો જ એક પ્રયોગ હાલ થઈ રહ્યો છે. જેમાં આલ્કોહોલને સૂંઘીને કોવિડ-19થી રાહત મળે તેવા પ્રયત્નો થઈ રહ્યા છે. 

fallbacks

અમેરિકામાં આલ્કોહોલની સ્ટીમ લેવાથી એટલે કે આલ્કોહોલને સૂંઘીને કોરોનાની કારગર સારવાર પર વૈજ્ઞાનિક પ્રયોગ થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં પ્રયોગના ત્રણ તબક્કાના પરિણામો સામે આવ્યા છે. જેનાથી વૈજ્ઞાનિકો ખુબ ઉત્સાહિત પણ છે. કારણ કે અત્યાર સુધીના પરીક્ષણમાં ગણતરીની મિનિટોમાં દર્દીને શ્વાસ લેવામાં ખુબ આરામ મળતો જોવા મળ્યો છે. 

આમ તો આલ્કોહોલની સ્ટીમ લેવાની ટેક્નોલોજી વાયરસને ખતમ કરવાના ક્ષેત્રમાં ઘણી જૂની છે પરંતુ ફેફસામાં ઈન્ફેક્શન મામલે આલ્કોહોલની વરાળ સૂંઘવાનો પ્રયોગ અને તેમાં સફળતા પહેલીવાર જોવા મળી છે. તેના પરિણામો જોતા વૈજ્ઞાનિક કહે છે કે જો આ ટેક્નોલોજીના જાહેર ઉપયોગની મંજૂરી મળે તો સાચે જ મેડિકલ ક્રાંતિ હશે. 

અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) ના સેન્ટર ફોર ડ્રગ ઈવેલ્યુએશન એન્ડ રિસર્ચમાં આ શોધ ઘણો આગળ વધી ચૂક્યો છે. દિલ્હીમાં આ મામલે અનેક પ્રયોગ કરી સફળતાથી ઉત્સાહિત થયેલા વૈજ્ઞાનિક શક્તિ શર્માએ અમેરિકી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશનને આ અંગે પત્ર લખ્યો છે. ત્યારબાદ તેમને જવાબમાં જે પત્ર મળ્યો તે એ જાણવા માટે પૂરતું છે કે આ ટેકનિકની અસર કોરોના વાયરસ પર થઈ છે. એટલે કે આલ્કોહોલ સૂંઘીને પણ કોવિડને પછાડી શકાય છે. 

અનેક આંતરરાષ્ટ્રીય જર્નલ્સમાં રિસર્ચ પ્રકાશિત થયેલા છે. ઈન્ટરનેશનલ જર્નલ ઓફ બેઝિક એન્ડ ક્લિનિકલ ફોર્મેકોલોજીમાં છપાયેલા ડો.સૈફૂલ ઈસ્લામના રિસર્ચ મુજબ ઈથાઈલ આલ્કોહોલ એટલે કે ઈથેનોલ (Ethanol) સૂંઘવાની અસર નાક દ્વારા ફેફસા સુધી થાય છે. કોરોના વાયરસ નાક દ્વારા જ ગળા અને ફેફસા સુધી પહોંચે છે. આલ્કોહોલની 65 ટકા માત્રાવાળા સોલ્યૂશનને એસ્પિરિન (Aspirin) સાથે સીધો કે ઓક્સીજન દ્વારા કે પછી ઓક્સીજન એઆરડીએસ ટેક્નિકથી નાક દ્વારા શ્વાસની સાથે ફેફસા સુધી પહોંચાડવામાં આવે છે. 

ડેલ્ટા વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક હશે કોરોના વેક્સિન? જાણો શું કહે છે રિસર્ચ

અમેરિકાના એડવેન્ટિસ્ટ હોસ્પિટલના વિશેષજ્ઞોની ટીમે બ્રિટનના રસાયણ વૈજ્ઞાનિક ડો. ઈસ્લામના નેતૃત્વમાં આલ્કોહોલ વેપર પર પ્રયોગ ક્યો છે. આંતરરાષ્ટ્રીય જર્નલ ફાર્માસ્યૂટીઝમાં પ્રકાશિત એક રિસર્ચ રિપોર્ટ મુજબ સામાન્ય તાપમાન પર સૂરજની રોશનીથી દૂર રાખવામાં આવેલા 65 ટકા આલ્કોહોલની માત્રાવાળા રસાયણને ઓક્સીજન દ્વારા 3.6 મિલિગ્રામ પ્રતિમિનિટની માત્રાથી શ્વાસમાં મોકલવામાં આવ્યું. રોજ 45 મિનિટ સુધી આ સારવાર કોરોનાના ગંભીર સંક્રમિત દર્દીઓને આપવામાં આવી. 

કોવિડ સંક્રમણ મામલે ટીમને જાણવા મળ્યું કે મોટાભાગના લોકોને પહેલા ઉપરની શ્વાસ લેવાની નળી પર અસર પડે છે. તેના પર તરત કાબૂ ન મેળવવામાં આવ્યો તો નીચલી નળીને અસર કરે છે. કોવિડ વાયરસના 3 પ્રકારના વેરિઅન્ટ રિસર્ચર્સને મળ્યા જે સીધા શ્વાસની નીચલી નળી પર જ અસર કરે છે. તેનાથી સંક્રમિત વ્યક્તિના જીવ પર જોખમ આવી જાય છે. 

Corona Update: કોરોનાના નવા કેસ અને મૃત્યુમાં નોંધપાત્ર ઘટાડો, જાણો લેટેસ્ટ અપડેટ

ગંભીર ન્યૂમોનિયાના કારણે સમગ્ર ફેફસામાં ધબ્બા બનવા લાગે છે. ફેફસામાં સોજો આવી જાય છે. ફેફસા સંપૂર્ણ ક્ષમતાથી કામ કરી શકતા નથી. શ્વાસમાં તે દમ રહી શકતો નથી. દર્દી સતત એક એક શ્વાસ માટે તરફડિયા મારે છે. શ્વાસની નળી અને ફેફસામાં સતત વધતા સોજાના કારણે શ્વાસની ડોર તૂટી જાય છે. 

રિસર્ચર્સના રિસર્ચ દરમિયાન જોવા મળ્યું કે આલ્કોહોલની સ્ટીમ ટેક્નિકની સીધી અસર કોરોના વાયરસના બહારના કાંટાળા પ્રોટિનના પડ પર પડી. આ પ્રોટિનના પડ દ્વારા જ તે માણસોની કોશિકાઓ પર હુમલો કરે છે. ઓક્સીજનની સાથે સાથે આલ્કોહોલની સ્ટીમ નાકથી શ્વાસનળી અને પછી ફેફસા સુધી પહોંચી. 

જેનાથી દર્દીઓને શ્વાસનળી, અને નાકની અંદર કોવિડ વાયરસના કારણે મેમ્બ્રેનના પડમાં જે સોજો હતો તે જલદી ઓછો થવા લાગ્યો. શ્વાસ લેવો સરળ બન્યો, ફેફસાના સેલ્ફ ઈમ્યુનિટી સિસ્ટમ વધુ સારી રીતે કામ કરવા લાગ્યા. તેને પણ રાહત મળી. આ પ્રયોગથી ફાઈબોલાઈટ, ન્યૂટ્રોફિલ્સની સાથે સાથે લ્યૂકોસાઈટ્સ ઉપર પણ સકારાત્મક અસર થઈ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More