Home> World
Advertisement
Prev
Next

US Air Service: અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટ સિસ્ટમ ઠપ્પ, એર મિશન સર્વિસમાં ખરાબી

અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવારે જણાવ્યું કે કેટલીક ટેકનીકલ સમસ્યાને કારણે દેશભરમાં વિમાન સેવા પ્રભાવિત થઈ છે. 

US Air Service: અમેરિકામાં ડોમેસ્ટિક ફ્લાઇટ સિસ્ટમ ઠપ્પ, એર મિશન સર્વિસમાં ખરાબી

વોશિંગટનઃ US Air Service: અમેરિકામાં એર મિશન સર્વિસમાં ખરાબી આવવાને કારણે વિમાન સેવા ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને બુધવાર (11 જાન્યુઆરી) એ જણાવ્યું કે સર્વરમાં ખરાબી આવવાને કારણે દેશમાં એર ટ્રાફિક સર્વિસને કારણે અનેક ઉડાનો રોકી દેવામાં આવી છે. 

fallbacks

એફએએએ ટ્વીટ કરીને જણાવ્યું કે, તે પોતાની એર મિશન સિસ્ટમને બહાલ કરવા માટે કામ કરી રહ્યું છે, તેમણે કહ્યું કે અમે દરેક વસ્તુ ચેક કરી રહ્યાં છીએ અને થોડીવારમાં પોતાની સિસ્ટમને રીલોડ કરીશું. તેમણે કહ્યું કે આ કારણે દેશભરમાં હવાઈ યાત્રા અને એર સર્વિસ પ્રભાવિત થઈ છે. 

એર મિશન સેવામાં શું ખરાબી આવી છે?
યુએસ ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશને કહ્યું છે કે તેની સેવા જે એર મિશન દરમિયાન પાઇલોટ અને અન્ય ઉડ્ડયન કર્મચારીઓને અથવા જમીન પરના સ્ટાફને માહિતી પૂરી પાડે છે તે યોગ્ય રીતે કામ કરી રહી નથી. તેના કામ ન કરવાને કારણે એર અને ગ્રાઉન્ડ સ્ટાફ એકબીજા સાથે જોડાઈ શકતો નથી, જેના કારણે કામગીરી પર ખરાબ અસર પડી છે અને સેંકડો ફ્લાઈટ્સ મોડી પડી છે.

બુધવારે સવારથી જોવા મળી હતી અસર
ફ્લાઇટ ટ્રેકિંગ વેબસાઇટ ફ્લાઇટવેયરે દેખાડ્યું કે બુધવારે સવારે 5.31 કલાકથી 400થી વધુ ઉડાનો અમેરિકાની અંદર કે બહાર વિલંબથી ચાલી રહી છે. એફએએએ પોતાની વેબસાઇટ પર જણાવ્યું કે તેના કર્મચારીઓ વર્તમાન સિસ્ટમને બહાલ કરવા માટે કામ કરી રહ્યાં છે. પરંતુ તેમાં કેટલો સમય લાગશે, તેને લઈને હજુ સુધી જાણકારી આપવામાં આવી નથી. આ ખામીને દૂર કર્યા બાદ ફ્લાઇટોને ફરીવાર ઉડાન ભરવાની મંજૂરી આપવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More