SIPRI Report: આ તે હથિયારો છે. જેના કારણે અમેરિકા આખી દુનિયામાં હથિયારોનું મોટું બજાર બન્યું છે. આ હથિયારોના દમ પર અમેરિકા દુનિયાનું બાદશાહ છે. આ હથિયારોના દમ પર તે દુનિયાના દેશોને ધમકી આપતું રહે છે. પરંતુ અમેરિકાને લઈને જે રિપોર્ટ સામે આવ્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. અમેરિકા પર આરોપ લાગ્યો છે કે, તે પોતાના ફાયદા માટે દુનિયામાં યુદ્ધની આગ ચાંપે છે અને પછી પોતાનો બિઝનેસ વધારે છે.
SIPRIના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
SIPRIના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે અમેરિકાને યુદ્ધથી ફાયદો થાય છે. પરંતુ દુનિયાના અનેક દેશોમાં દારૂગોળાની દુર્ગધ ફેલાવવાનો આરોપ રશિયા તરફથી લગાવવામાં આવ્યો છે. આ આરોપ ખોટો પણ નથી. કેમ કે, રશિયા અને યુક્રેન વચ્ચે 3 વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. 2 ફેબ્રુઆરી 2022થી શરૂ થયેલું યુદ્ધ હજુ પણ ચાલુ છે. તેનું કારણ અમેરિકા અને નાટો દેશ તરફથી સતત સૈન્ય મદદ અને દુનિયાના 35 દેશોએ યુક્રેનને હથિયારોની મદદ કરી થઈ ચાલી રહ્યું છે. જેમાં સૌથી પહેલા નંબરે અમેરિકા જ રહ્યું છે.
લો બોલો!અમદાવાદમાં પોલીસ પોતે જ બની ગઈ સાયબર છેતરપિંડીનો શિકાર,કિસ્સો જાણી ચોંકી જશો
તેના કારણે યુદ્ધ લાંબુ ખેંચાયું અને યુક્રેનની શું હાલત છે તે આપણને બધાને ખબર જ છે. રશિયા હજુ પણ યુક્રેન પર હુમલા કરી રહ્યું છે. ટ્રમ્પે મદદ કરવાનો ઈનકાર કરતા હવે ઝેલેન્સ્કી પરેશાન છે અને મદદ માટે દુનિયાના દેશો પાસે પહોંચી રહ્યા છે.
અમેરિકાના ઝટકા પછી યુક્રેનની સ્થિતિ કફોડી બની ગઈ છે. યુક્રેનને મોટું આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે. રશિયા સામેના યુદ્ધથી યુક્રેનને 54 લાખ કરોડનું નુકસાન થયું છે. તો રશિયાને પણ 109 લાખ કરોડનું નુકસાન થયું છે. બન્ને દેશોને કુલ 163 લાખ કરોડનું નુકસાન થયું છે.
હથિયારો વેચી અમેરિકા માલામાલ
વિચારો 3 વર્ષના યુદ્ધમાં કેટલું નુકસાન થઈ ગયું છે. ભારતે આ વર્ષે 50 લાખ કરોડનું બજેટ રજૂ કર્યુ. ભારત દુનિયાની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. આ બજેટ દેશના 140 કરોડ લોકો માટે હોય છે. પરંતુ આટલા જ પૈસા રશિયા-યુક્રેન યુદ્ધમાં દર વર્ષે ખતમ થઈ રહ્યા છે. બન્ને દેશોને ભારે નુકસાન થવા છતાં યુદ્ધ અટકવાનું નામ લઈ રહ્યું નથી. તો યુક્રેન યુદ્ધથી અમેરિકા માલામાલ બની રહ્યું છે.
ગ્રહોનો રાજકુમાર આ 5 રાશિને કરી દેશે માલામાલ, રૂપિયાનો થશે વરસાદ; સુખ-સમૃદ્ધિ વધશે!
સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ એટલે SIPRIના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, વર્ષ 2015-19ની સરખામણીમાં યુક્રેને વધારે હથિયારોની ખરીદી કરી છે. યુક્રેને વર્ષ 2020-2024માં 100 ગણા હથિયારની ખરીદી કરી છે. છેલ્લા 3 વર્ષમાં યુક્રેન હથિયાર ખરીદવામાં નંબર વન બની ગયું છે. જેમાં 60 ટકાથી વધારે હથિયારો તો અમેરિકા પાસેથી ખરીદ્યા છે.
SIPRIના રિપોર્ટે ખોલી અમેરિકાની પોલ?
SIPRIનો રિપોર્ટ કહે છે કે, 3 વર્ષના યુદ્ધમાં યુક્રેન બર્બાદ થઈ ગયું છે. પરંતુ આ દરમિયાન અમેરિકા કરોડો ડોલરના હથિયાર વેચી ચૂક્યું છે. જાણે યુક્રેન યુદ્ધ અમેરિકા માટે હથિયારો વેચવાનો સુવર્ણ અવસર આવ્યો હોય. અમેરિકાએ જાણે યુક્રેન માટે હથિયારોની દુકાન ખોલી નાંખી. આ જ કારણ છે કે, અમેરિકાએ યુક્રેનને 45 ટકા હથિયારો આપ્યા છે. જર્મનીએ 12 ટકા હથિયારો યુક્રેનને આપ્યા છે. પોલેન્ડે 11 ટકા હથિયારો યુક્રેનને આપ્યા છે. જ્યારે 32 ટકા હથિયારો નાટોના સભ્ય દેશોએ આપ્યા છે.
કિડની ખરાબ થતા પહેલા શરીના આ અંગ પર જોવા મળે છે સોજો, રાતોની ઊંઘમાં થઈ શકે છે હરામ!
યુદ્ધમાં અમેરિકાના બિઝનેસની હકીકત
તત્કાલીન રાષ્ટ્રપતિ જો બાઈડેને યુક્રેનને અત્યાધુનિક ફાઈટર જેટથી લઈને વિધ્વંસક મિસાઈલ સિસ્ટમ આપી હતી. હવે અમેરિકાએ યુક્રેનને કયા હથિયારો વેચ્યા તેના પર નજર કરીએ તો આ તમામ તથ્યોથી એક વાત તો સ્પષ્ટ છે કે, અમેરિકા દુનિયામાં યુદ્ધના નામે ડરાવીને પોતાના હથિયારોનો ખજાનો ખાલી કરી રહ્યો છે અને સામે તેનાથી મસમોટી કમાણી કરી રહ્યો છે. કેમ કે અમેરિકાના આવકનો સૌથી મોટો હિસ્સો હથિયારોના વેચાણથી જ આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે