નવી દિલ્હી: દુનિયાભરમાં કોરોના ફેલાવવાનો આરોપ ઝેલી રહેલું ચીન હવે ચારેબાજુથી ઘેરાઈ રહ્યું છે. સુપરપાવર અમેરિકાએ ચીન પર અંકૂશ લગાવવા માટે જબરદસ્ત પ્લાન બનાવ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકાએ ચીનને 60 દિવસની નોટિસ ફટકારી છે. અમેરિકા હવે ચીનની કંપનીઓની નિગરાણી કરવા જઈ રહ્યું છે. અમેરિકાએ ચીનની 20 કંપનીઓની ઓળખ કરીને તેની યાદી તૈયાર કરી લીધી છે. જેનું નિયંત્રણ બેઈજિંગમાં સૈન્ય શાસન પાસે છે. ચીનની કંપનીઓ પર અમેરિકાથી ટેક્નોલોજી લઈ જવાનો પણ આરોપ છે.
ચીન વિરુદ્ધ દક્ષિણ-પૂર્વ એશિયાઈ દેશોએ આકરું વલણ અપનાવ્યું છે. આસિયાને કહ્યું કે ચીન દક્ષિણ ચીન સાગરમાં સંધિનું પાલન કરે. આ દેશોના નેતાઓએ કહ્યું છે કે 1982માં થયેલી સંયુક્ત રાષ્ટ્ર સમુદ્રી કાયદા સંધિના આધાર પર દક્ષિણ ચીન સાગરમાં અધિકાર નક્કી થવા જોઈએ.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે